“જે નવજીવન આપવામાં સક્ષમ છે,કુદરતે જેને માતૃત્વની સૌથી મોટી જવાબદારી સોંપી છે તે સ્ત્રી”. સિમ્પલ ઠક્કર

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

૮મી માર્ચના રોજ દર વર્ષે વિશ્વ મહિલાદિન વિશ્વભરમાં ઉજવામાં આવે છે.આ દિવસ ઊજવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલેકે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે,જેમાં ‘જેન્ડર ઇક્વાલિટી’ એટલેકે સ્ત્રી અને પુરુષને સમાન સમજવાં અને બન્નેને સમાન રીતે માન-સમ્માંન ને વેતન આપવું.પરંતુ શું ?આ દિવસ ઉજવતા તમામ લોકો આ શબ્દોનું અનુકરણ કરે છે ?મહિલાઓના રક્ષણ અને એમની સુરક્ષાને લઈને ઘરના,સમાજના અનેક સંપ્રદાયોના લોકો સતત ચિંતાશીલ રહે છે તેઓ શું અમેના ઘરની મહિલાઓને સમાન હક અને ફરજો સાથે એટલીજ સ્વતંત્રતા આપે છે?
ઘર અને સમાજને જીવનરસથી તરબતર રાખતી મહિલાઓ જ કેમ રસવિહીન રહી જાય છે ?આ પ્રશ્ન દરેક મહિલાઓને થતો હશે, કેમ બધુજ છે છતાંય કયાંક ખાલીપો છે કયાંક એકલતા અને નિઃસાસો છે! એનો ખાલીપો,એકલતા અને એની વેદના કોણી દેન છે ? એજ સમાજની અને ઘરની જેને માટે તે જીવતી હોય છે ? કારણ કે જાણે અજાણે સમાજ અને પરીવાર જ તેનાં દુઃખનું કારણ બને છે, સમાજનાં નિયમો જાણે બસ મહિલાઓ માટે જ ના સર્જાય હોય એવું લાગે છે !! એનાં જીવનના દરેક નિર્ણયો હમેશાં બીજા દ્વારા લેવાતા રહ્યાં છે.

મળતી માહિતી મુજબ અંદાજે વિશ્વનાં ૪૬ દેશોમાં તો સ્ત્રીઓ પર થતી ઘરેલું હિંસા કે અત્યાચારની સામે રક્ષણ આપે તેવો કાયદા જ નથી !! જયારે ૪૧ એવાં દેશો છે જેમાં કાયદા તો છે પણ તેમાં શારીરિક યાતાનોઓ માટે કોઈજ કાયદાકીય જોગવાઈ નથી !!! એટલુ જ નહિ વિશ્વમાં ૩ મહિલાઓ માંથી ૧ મહિલા જાતિય ભેદ-જેન્ડર બાયસ(અહિયાં સ્ત્રી અને પુરુષજાતિ)ના કારણે વધુ યાચના ભોગવે છે !! ચોક્વાનારી વાત એ છે કે ૧૮ ની ઉમરે પહોચતાં સુધીમાં લાખો મહિલાઓ અને બાળકીઓ આ યાચનાનો શિકાર બની ચુકી હોય છે ! અને આ બધામાં ટકાવારીમાં હમેશાં મહિલાઓની અને દીકરીઓની તકલીફો આપવામાં આસપાસના સગાસંબંધીઓનો જ મહત્વપૂર્ણ ભાગ હોય છે,જે ખુબ દુર્ભાગ્યપૂર્ણ વાત છે.
અનેક ઉદાહરણો તો આપણી આસપાસ માંથી જ મળી રહશે જેમકે દીકરી ના ભોગે હજી પણ ડફોળ છોકરાને ભણાવામાં માતાપિતાને વધુ રસ હોય છે જેમાં એમનો સ્વાર્થ પણ છે વળી હજી પણ મોટા ઘરની વહુ દીકરીઓને પરંપરા અને સભ્યતાનાં બંધનોમાં રાખીને એમને મનગમતું કામ કરતા રોકવામાં આવે એવો જ કિસ્સો સામે આવ્યો હતો પહેલા સમયનાં રાજકુમારીને શિકાર કરવો અને ઘોડેસવારી કરવી ગમતી પરતું એ ખાનદાનમાં ફક્ત આ કામ રાજકુમાર જ કરી શકતા હોવાથી એમને સાહસીક બનીને રાજશાહી નિયમોને પડકાર આપીને ઘોડે સવારી પણ કરી અને બંધુક ચલાવતા પણ શીખ્યા પોતાનાં જ દમ પર આગળ વધ્યા, બીજો દાખલો મિડલકલાસ પરિવારનો છે,વાત કરું એક એવા પરિવારની જેઓ વહુઓને હમેશાં સાડી જ પહેરવાનો આગ્રહ કરવામાં આવતો,બંને વહુઓમાં એક વહુના માથે ઘરની નાણાંકીય જવાબદારી હતી,વાત એક જ કે નોકરી કરવી હોય તો પણ,ગમે તે થાય સાડીજ પહેરવાની..સાસુએ વહુને સમાજની દુહાઈ આપી અને કહ્યુંકે અમે આટલાં વરસોથી પહેરીએ છીએ અમે તો કયાં છૂટ લીધી ? બોલો, જે એમને સહન કર્યું તે એમની વહુએ કરવાનું જ ! જાણે બદલો લેવા માટે ના લાયા હોય બીજાની દીકરીને ! કામ કરતી વહુએ પરવાનગી માંગી તો સીધાજ છુટ્ટાછેડાની ધમકી આવી ને કહ્યું કે કાઢી મુકીશુ ! બોલો આવા તો કેટલાય કિસ્સાઓમાં આપણે જાણે અજાણે સાક્ષી બનતાં હોઈશું પણ આપણે ચુપ રહેતાં શીખી ગયા છીએ જેની “ચાદર જાય એને ટાઢ વાય”. આ કિસ્સો રસપ્રદ એટલે છે કે બન્ને વહુઓ સંપીને બાળકો સાથે એકલા બહાર નીકળી ગયા,અને અંતે બન્નેની હિમત અને અડગ સાહસને કારણે પરિવારે ઢીલ મૂકી અને ડ્રેસ પહેરવાની પરવાનગી આપી, ચાલો ‘અંત ભલા તો સબ ભલા’ પણ આટલી મામુલી બાબતોમાં ઘરમાં કંકાસએ માનસિક ત્રાસ નહી તો બીજું શું કહેવાય ? ભારતીય સંવિધાને જયારે દરેક નાગરિકને વ્યક્તિ સ્વાતંત્ર્ય આપ્યું છે તો સમાજનાં બહાના અને પોતાના ગમતાંપણે મહિલાઓને ચલાવાની માનસિકતા નથી છૂટતી !
તમને થશે આટલી નાની બાબત પર પ્રશ્ન કેમ ઉઠાવ્યો હશે એમનું જીવન એમને જીવાનું આપણે શું ? પરંતુ કોઈપણ તકલીફ કે સમસ્યાઓની શરૂવાત આવી નાનીનાની બાબતો માંથી જ થાય છે,નવોઢા આવે એટલે જેતે પરિવારના સભ્યો એમની પરંપરાથી પરિચિત કરાવતાં જાય અને નિયમોની બેડીઓ એને પેહેરાવતાં જાય અને તેના બોલવામાં,ચાલવામાં ,પહેરવામાં અને કેવું ?ક્યાં ? કેટલું ? શું? બધીજ રીતે બીબધાઢ બનાવાની પ્રકિયા પહેલાજ દિવસથી શરુ થઇ જાય અને તેના મન,મગજ અને વ્યવહારિક સ્વતંત્રતા પર કાબુ મેળવીને ધીરેધીરે તેણે વિચારવીહીન કરીને બસ મનગમતી ચાવી ભરેલી ઢીંગલી જેમ ચાલે તેવી તેણે બનાવીને સમાજમાં પ્રસ્તુત કરાતી હોય છે,તમારી આસપાસ પણ હશે જ જરા ધ્યાનથી જો જોતો ખરા !
નોંધ :- અહી પ્રસ્તુત લેખ સમાજનાં બધાંજ વર્ગની વાત નથી તેમ એ કોઈ એકજ વર્ગની વાત પણ નથી..દંભી દુનિયાની આ વરવી વાસ્તવિકતા છે !!
આપ પણ આપના જીવનના અનુભવ વિષે જણાવો
Simple.thakkar@gmail.com.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •