બાળવાર્તા : લીલા કાચનાં ચશ્માં

ગુજરાત ભારત સમાચાર

અમદાવાદ શહેરમાં બિહારીદાસ કરીને એક ઘોડાગાડી- વાળો રહે. શહેરમાં

બધાને ઘોડાગાડીમાં ફેરવી પોતાનું ગુજરાન ચલાવે. તેમાં અચાનક તેના ઘોડાને

કોણ જાણે શું થયું કે બસ બાર મહિનામાં ચાર મહિના બરાબર કામ જ ન કરે.

ચોમાસામાં લીલું ઘાસ નાંખે એટલે માંડે દોડવા, પણ ઉનાળો અને શિયાળામાં

ઘોડાને તેની ઇચ્છા મુજબનું લીલું લીલું ઘાસ ન મળે એટલે બરાબર કામ ન કરે.

બિહારીદાસ મૂંઝાયા… આનું કરવું શું? એટલે કંટાળીને તે પોતાના ગુરુ પાસે ગયા

અને સઘળી વાત કહી સંભળાવી. અનુભવી ગુરુજીએ તરત જ રસ્તો બતાવ્યો. લીલા

કાચનાં ચશમાં બનાવી ઘોડાને પહેરાવી દે. બિહારીદાસે તેમ કર્યું. ઘોડાને સૂકું ઘાસ

પણ લીલું દેખાવા લાગ્યું. બસ, પછી તો દોડવા જ માંડ્યો. આખો દિવસ આનંદમાં

રહી દોડતો રહે. હવે તો જે ઘાસ દેખે તે લીલું જ લીલું. ઘોડાને સુખ સુખ ને સુખ થઈ

ગયું. ઘોડાને સુખ સુખને સુખ થયું તો પછી બિહારીદાસને થોડું બાકી રહે….!

ગુરુજીએ લીલાં ચશ્માં પહેરાવી દૃષ્ટિ જ બદલાવી નાંખી. આપણે પણ

અવગુણરૂપી દૃષ્ટિ (સૂકા ઘાસ જેવી) છે તેને બદલી લીલાં ચશ્માં પહેરી લઈએ.

સર્વના ગુણ જોતા થઈ જઈએ તો આપણે પણ જરૂર સુખી સુખી થઈ જઈશું.

શાસ્ત્રીજી શ્રી આનંદપ્રિયદાસજી. કુમકુમ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply