સત્સંગ શિક્ષા પરિષદ,ગાંધીનગર વતી શાસ્ત્રી શ્રીરામકૃષ્ણ સ્વામીજી દ્વારા વીર શહીદોના પરિવારજનો માટે રૂ.૩૬,૫૧,000/- નો ચેક અર્પણ કરવામાં આવ્યો.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આંતકવાદી હુમલામાં સી . આર . પી . એફ . ના ૪૦ કરતા વધુ જવાનો શહીદ થયા હતા . આવા આંતકવાદી હુમલામાં અવાર નવાર આપણાં વીર જવાનો શહીદ થવાના સમાચાર આપણને જોવા મળે છે . દેશ ખાતર શહીદી વહોરનાર વીર જવાનોના પરિવારજનોને મદદરૂપ થવા ભારત દેશના તમામ નાગરિકો તત્પર છે ત્યારે આવા જ એક ઉમદા કાર્ય માટે અમારી સંસ્થા – સત્સંગ શિક્ષા પરિશદ ગાંધીનગર ના મેનેજીંગ ટ્રસ્ટી શાસ્ત્રી શ્રીહરિપ્રકાશ સ્વામીજીની પ્રેરણાથી ટ્રસ્ટ દ્વારા સંચાલિત તમામ શાળાઓ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય , શ્રીહરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ , શ્રીસ્વામિનારાયણ શિશુ વિદ્યાલય , શ્રીસ્વામિનારાયણ પબ્લિક સ્કૂલ , શ્રી સ્વામિનારાયણ હાઇસ્કૂલ , શ્રીસ્વામિ યોગાનંદ હાઇસ્કૂલ , શ્રીસ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી અને શ્રીસ્વામિનારાયણ પોલીટેકનીકમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને નહીં તો ફૂલની પાંખડીસ્વરુપે શહીદના પરિવારજનો માટે આર્થિક યોગદાન આપવા માટે અપીલ કરવામાં આવી હતી . સંસ્થા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે “ વાલીઓ , વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકો પાસેથી જે રકમ યોગદાનમાં મળશે તેટલીજ બીજી રકમ સંસ્થા તરફથી ઉમેરીને વીર શહીદોના પરિવારજનો માટે આપવામાં આવશે . ” સંસ્થા દ્વારા વાલીઓ , સ્ટાફમિત્રો અને અન્ય નાગરિકો પાસેથી વીર શહિદ જવાનોના પરિવાર માટે આર્થિક યોગદાન એકત્ર કરવામાં આવેલ હતું . જેરૂ , ૧૮ , ૦૪ , ૨૫૩/ – ( અંકે રૂપિયા અઢાર લાખ ચાર હજર બસો ત્રપન પુરા ) જેટલુ થાય છે અને સંસ્થા દ્વારા રૂ . ૧૮ , ૪૬ , ૭૪૭ – ( અંકે રૂપિયા અઢાર લાખ છેતાલીસ હજર સાત સો સુડતાલીસ પુરા , ઉમેરીને સંરથા દ્વારા કુલ રૂ . ૩૬ , ૫૧ , ૦૦૦ / – ( અંકે રૂપિયા છત્રીસ લાખ એકાવન હજાર પુરા ) નો ચેક આજ રોજ તારીખ ૨૮ . ૦૨ . ૨૦૧૯ના રૉજ ગાંધીનગર – ચીલોડા ખાતેના સી . આર . પી . એફ . ના હેડ કવાર્ટર ખાતે સી . આર . પી . એફ . ના વડા શ્રીકે . એમ . યાદવને સંસ્થાના ટ્રસ્ટી . શાસ્ત્રી શ્રીરામકૃષ્ણસ્વામીજી , શાસ્ત્રી શ્રીઅક્ષરપ્રકાશ સ્વામીજી , પૂજ્ય સ્વામીશ્રી મહા પુરુષ દાસજી , શાળાઓના ડાયેર ક્ટર શ્રી ઉમંગમાઇ વસાણી તથા આચાર્ય શ્રીચિનુભાઈ પટેલ દ્વારા રૂબરૂમાં જમા કરાવવામાં આવેલ છે . વીર શહીદોના પરિવારજનો માટે આર્થિક યોગદાન આપવા બદલ વિદ્યાર્થીઓ , તેમના વાલીઓ અને અન્ય નાગરિકોનો સંસ્થાના ટ્રસ્ટીશ્રી રામકૃષ્ણ સ્વામીજી દ્વારા આભાર માનવામાં આવ્યો છે . અને દેશ – વીર જવાનોના લાંબા આયુષ્ય માટે પ્રભુ પાસે પ્રાર્થના કરવામાં આવી .

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply