જાણો શું બન્યું હતું આપણા વિંગ કમાન્ડર અભિનંદન સાથે.? જગદીશ આચાર્ય.

ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

કુરબાન,કુરબાન,અભિનંદન! તારી હિંમત પર, તારી વીરતા પર,તારા શોર્ય પર કુરબાન, હે જવામર્દ વિર યોદ્ધા તારી દેશભક્તિ પર કુરબાન..સો સો સલામ..કોટી કોટી સલામ

અભિનંદને પડ્યા પછી ટોળાં સામે ફાયરિંગ કર્યું,જખ્મી હોવા છતાં અડધો કિલોમીટર દોડ્યો,તળાવમાં કુદયો અને કેટલાક દસ્તાવેજ ફાડી નાખ્યા,કેટલાક ચાવી ગયો.કેદ થયા પછી પણ ન ડર્યો,ન ગભરાયો,ન ઝુક્યો.માથું ઊંચું જ રાખ્યું,પોતાનું પણ અને દેશનું પણ..

આપણો વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનની ધરતી પર પેરેશૂટમાંથી કુદયો અને પાકિસ્તાનના લશ્કરે તેનો કબજો લીધો એ ઘટનાક્રમનું એક સાક્ષીએ કરેલું વર્ણન રૂંવાડા ઉભા કરી દે તેવું છે.

પી.ઓ.કે.ના હોરાન નામના ગામડાના પોલિટિકલ-સોશિઅલ એક્ટિવિસ્ટ મોહમદ રઝાક ચૌધરીના જણાવ્યા અનુસાર સવારે 8.45 વાગ્યે તેણે બે વિમાનોને અગનજવાળામાં લપેટાયેલા જોયા.તેમાંથી એક વિમાન સરહદની પેલેપાર નીકળી ગયું જ્યારે બીજું હોરાન ગામ નજીક પડ્યું.એ વિમાનમાંથી પેરેશૂટ સાથે કુદેેલો પાઇલોટ હોરાન ગામથી એક કિલોમીટર દૂર પડ્યો.

આ દ્રશ્ય નિહાળી મોહમદે આસપાસના લોકોને ફોન કર્યા અને પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓ ન આવે ત્યાં સુધી વિમાનના કાટમાળ નજીક ન જવા અને પાઈલોટને પકડી લેવા સૂચના આપી.

એ પછીનો ઘટનાક્રમ આ પ્રમાણે છે.

લોકોનું મોટું ટોળું અભિનંદન પાસે પહોંચ્યું.અભિનંદને પૂછ્યું કે એ વિસ્તાર ભારતનો છે કે પાકિસ્તાનનો.એક લુચ્ચા યુવાને ખોટો જવાબ આપીને એ વિસ્તાર ભારતનો હોવાનું જણાવ્યું.એ સાંભળીને અભિનંદને કેટલાક સૂત્રો પોકાર્યા.(ભારત માતા કી જય..).ત્યાર બાદ તેણે કહ્યું કે તેની પીઠ તૂટી ગઈ છે.તેણે પાણી માગ્યું અને પોતાને ઉભો કરવા ટોળાં સામે હાથ લંબાવ્યો.

એ દરમિયાન એક યુવાને પાકિસ્તાન ઝીંદબાદના નારા લગાવ્યા.પોતે પાકિસ્તાનની ધરતી પર છે એ ખ્યાલ અભિનંદનને આવી ગયો.સામે દુશ્મન દેશનું લોહી તરસ્યું ટોળું ઉભું હતું.મારો..કાપો..ના હાકલા પડકારા થતા હતા.તે વચ્ચે પણ હિંમત હાર્યા વગર,સ્વસ્થતા ગુમાવ્યા વગર,પ્રેઝન્સ ઓફ માઈન્ડ નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી તેણે વીજળીક ગતિએ કમરમાંથી પોતાની પિસ્તોલ બહાર કાઢી અને હવામાં ફાયરિંગ કર્યું.ટોળું પાછળ હટી ગયું.અસહ્ય દર્દ હોવા છતાં અભિનંદન ઉભો થયો,તેણે દોટ મૂકી.ઘવાયેલા,ઝખમી શરીરે તે અડધો કિલોમીટર સુધી દોડ્યો,વચ્ચે વચ્ચે હવામાં ફાયરિંગ કરતો રહ્યો.અંતે શરીર થાકયું હશે.તેણે નજીકના એક તળાવમાં પડતું મૂક્યું.

અને ત્યાં તેણે શુ કર્યું?

ટોળું તેને પકડી પાડે એ પહેલાં તેણે તેના કબ્જામાં રહેલા કેટલાક નકશા અને મહત્વના ગુપ્ત દસ્તાવેજ બહાર કાઢ્યા.તેને પોતાની જાનની ચિંતા નહોતી.ભારતની ગુપ્ત માહિતી દુશમનો ના હાથમાં ન જવી જોઈએ એ જ એનું ધ્યેય હતું.તે કેટલાક દસ્તાવેજો ચાવી ગયો.ટોળું નજીક આવી ગયું હતું.સમય નહોતો એટલા એણે બાકીના દસ્તાવેજો ફાડી નાખ્યા અને તેની ચબરખીઓ તળાવના પાણીમાં વહેતી કરી દીધી.

હવે શું થશે,જિંદગી રહેશે કે મોતનો પંજો ફરી વળશે એ ખબર નહોતી.દસ્તાવેજોને પાકિસ્તાનના હાથમાં જતાં બચાવી તેણે માં ભારતીની છેલ્લી સેવા કરી લીધી.ભારતની દિશામાં એક નજર નાખી સલામ કરી લીધી.

એ દરમિયાન ટોળાં એ તેને પકડી લીધો હતો.નિર્દય ટોળું તેને ઢોરમાર મારી રહ્યું હતું.પણ અભિનંદને ઉફ પણ ન કર્યું.સદનસીબે એ દરમિયાન પાકિસ્તાનના સૈનિકો ત્યાં આવી ગયા અને અભિનંદનને ટોળાં થી છોડાવ્યો.

એ સમયે પણ એની સ્વસ્થતા લાજવાબ હતી.તેણે પાક સૈનિકોને કહ્યું”થેંક ગોડ, તમે આવી ગયા,નહિતર આ બધાએ મને મારી જ નાખ્યો હોત..” પોતે ટોળાં ને ફાયરિંગ કરી હટાવ્યું હતું અને દોડાવી દોડાવીને હંફાવ્યું હતું એ યાદ કરી, હસીને એણે ઉમેર્યું,”અને હા! મને મારી નાખવા માટે મેં પણ એમને પુરતાં કારણો આપ્યા હતા..”

આવી હાલત વચ્ચે પણ આવી સ્વસ્થતા અને આવી સેન્સ ઓફ હ્યુમર જોઈને પાક સૈનિકો પણ દંગ રહી ગયા હશે.

પાકિસ્તાને તેને કેમેરા સમક્ષ હાજર કર્યો ત્યારે પણ તેણે વટથી જવાબ આપ્યા,પોતાની ઈચ્છા મુજબ જવાબ આપ્યા,તેનું શીશ ઝુક્યું નહીં.માથું ઊંચું રાખીને તેણે જવાબ આપ્યા.ગર્વથી જવાબ આપ્યા.એવા ગર્વથી કે આજે દેશનો એક એક નાગરિક ગર્વથી માથું ઊંચું કરીને કહે છે કે આ છે અમારો અભિનંદન. આ છે મા ભારતીનો વીર સપૂત,આ છે અમારો સાવજ.આ છે અમારો સૈનિક.

આપણો એક એક જવાન આ અભિનંદન જેવો જ સાવજ છે.સાહસ,હિંમત,શોર્ય,તાકાત, શક્તિ અને દેશભક્તિથી છલોછલ.આવા આપણાં આ વિર સૈન્ય સામે પાકિસ્તાનની શુ વિસાત છે.મસળાઇ જશે ઘડીભરમાં,દુનિયાના નકશા પરથી સાફ થઈ જશે સદા માટે…જગદીશ આચાર્ય.

અભિનંદન ને અભિનંદન??સોર્સ.વાઇરલ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply