પુલવામાં એટેકમાં શાહિદ થયેલા સૈનિકોને પોતાના વાળ કઢાવી શ્રદ્ધાંજલિ આપતા નવસારીના ચિરાગ વૈદ્ય

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

આર્મીમાં જવાની ઈચ્છા અધૂરી રહી પરંતુ આજે પણ રોમે-રોમમાં દેશભક્તિ.

સવારથી જ આખો દેશ ભારતમાતાની જયજયકાર કરી રહ્યો છે, બાર જેટલા મીરાજની મદદથી એક હજાર કિલોના બૉમ્બ ઝીકી જૈશ એ મોહમ્મદના મોટે ભાગના ઠેકાણાઓ- બંકરો ઉડાવી ત્રણસોની આસપાસના આંતકીઓનો ખાત્મો બોલાવી ભારતે આન બાન શાન સાથે બદલો લોધો છે, પુલવામાં શાહિદ થયેલા 50 થી વધુ સૈનિકોને તેની દસમીએ પોતાના વાળ કઢાવીને નવસારીના ચિરાગ વૈદ્યએ શહીદોને સાચી શ્રદ્ધાંજલી આપી છે.

શાસ્ત્રવિધિ હિન્દૂ રિવાજ મુજબ વ્યક્તિના મૃત્યુ બાદ ઘરના “સ્વજનો” પોતાના વાળ કઢાવી શુતક ઉતરતા હોઈ છે, નવસારીનાં ચિરાગ વૈદ્યએ પણ આ પુલવામાંમાં શાહિદ થયેલા પચાસથી વધુ સૈનિકોને સ્વજન માની પોતાના વાળ ઉતારી સાચી શ્રદ્ધાંજલી આપી છે, આર્મીમા જોડાવાની પ્રબળ ઈચ્છા ધરાવતા નવસારીના ચિરાગ વૈદ્યના રોમમાં રોમમાં દેશભક્તિ છલકાતી જોવા મળે છે, પુલવામા કાયરતાભર્યાં હુમલા બાદ ભારત આન બાન શાન સાથે આનો બદલો લેશે જ એવી પ્રબળ ઈચ્છા ધરાવતા ચિરાગ વૈદ્ય પોતાના પિતાના એક ના એક જ સંતાન છે, જેથી પરિવારની જવાબદારીને ધ્યાનમાં લઈ ચિરાગ વૈદ્યએ આર્મી માં નહીં જોડાઈ શક્યા પરંતુ રોમમાં રોમમા દેશભક્તિ જીવંત રહી.

સ્કૂલકાળ દરમિયાન એન.એ.એસ અને અને કોલેજકાળ દરમિયાન એન.સી.સી.મા સેવા આપનાર ચિરાગ વૈદ્યએ પોતાનું લીવર પણ પોતાના પિતાને ડોનેટ કર્યું છે 2011 માં લીવરની ગંભીર બીમારીથી પીડાતા ચિરાગ વૈદ્યના પિતા અશોકભાઈ વૈદ્યને લીવર સોરાયસીસની બીમારીથી પીડાતા હતા, તાત્કાલિક લીવર બદલવાની જરૂર પડતા પુત્ર ચિરાગ વૈદ્યએ તાત્કાલિક પોતાનું લીવર લાઈવ ઓપેરાશન મારફત ડોનેટ કરી પિતાજીને મોતના મુખમાંથી ઉગારી લીધા હતા. અને બીજા પાંચ વર્ષ સુધી પિતાની સેવા ચકારી કરી હતી.

ઋજુ સ્વભાવના ચિરાગ વૈદ્યએ આ મુંડન વિશે જણાવ્યું કે, આર્મીના તમામ જવાન મારા પરિવારસમાં છે, શાસ્ત્ર- હિન્દૂ રિવાજ મુજબ મૃત્યુના દસમા દિવસે મુંડન વિધિ કરી શુતક કાઢવામાં આવે છે, એ મુજબ ચિરાગ વૈદ્યએ પણ પોતાના વાળ કઢાવી શહીદ થયેલા સૈનિકોને સાચી શ્રાદ્ધજલી આપી છે.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply