દેશ વિદેશથી લોકો મોટી સંખ્યામાં સહભાગી થયા
એક્ઝિબિશનમાં 8500થી વધુ મુલાકાતીઓ સામેલ થશે.
માહિતીસભર વર્કશોપ્સ અને કોન્ફરન્સીસ
ઈનોવેશન એક્સચેન્જમાં એક્ઝિબિટર ટેકનોલોજી પ્રેઝન્ટેશન
બાયર સેલર ફોરમમાં વન ટુ વન ચર્ચા
Gandhinagar, February, 2019: સિરેમિક રો મટિરિયલ્સ, સિરેમિક મશીનરી અને સિરેમિક ટેકનોલોજીસ માટેનું ભારતનાં એકમાત્ર બી2બી એક્ઝિબિશન ઈન્ડિયન સિરેમિક્સ એશિયાની 14મી એડિશનનું આયોજન 3 દિવસ માટે 27 ફેબ્રુઆરી-1 માર્ચ દરમિયાન એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર, ગુજરાત ખાતે થયા.
આ એક્ઝિબિશનમાં રો મટિરિયલ્સ, એન્સિલરી ઈક્વિપમેન્ટ્સ, સિરેમિક મશીનરી અને રો મટિરિયલ મેન્યુફેક્ચરર્સ અને ટેકનોલોજી સપ્લાયર્સ વિશ્વભરમાંથી અને ભારતમાંથી એકત્ર થશે.
18000 સ્ક્વેર મીટર્સની કુલ એક્ઝિબિશન સ્પેસમાં વિસ્તરીત ઈન્ડિયન સિરેમિક્સ 2019માં 300થી વધુ વિદેશી અને ભારતીય કંપનીઓ સામેલ થશે. જ્યારે આ 3 દિવસીય શોમાં 8500થી વધુ ટ્રેડ વિઝિટર્સ આવવાની અપેક્ષા છે. જેમાં જોબ ફેર, વર્કશોપ્સ, ઈનોવેટિવ એક્સચેન્જ અને બાયર-સેલર મીટ પણ યોજાશે.
મેસે મુન્ચેન ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ભુપિન્દર સિંઘે કહ્યું હતું, ְ‘અગાઉના એક્ઝિબિશનની સફળતાને આગળ ધપાવતા અમે વધુ એક રોમાંચક એડિશન લાવીને રોમાંચ અનુભવીએ છીએ જેમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રો મટિરિયલ અને મશીનરી સપ્લાયર્સ એક એવું પ્લેટફોર્મ સર્જશે કે જે તેમના લાંબા ગાળાના બિઝનેસ હેતુને પાર પાડવામાં મદદ કરશે. અમે તમામ એક્ઝિબિટર્સને આવકારીએ છીએ અને તેમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ.’
યુનિફેર એક્ઝિબિશન સર્વિસના જનરલ મેનેજર કેન વોંગે કહ્યું હતું, ‘આકર્ષક રોકાણ નીતિઓ ભારતમાં આવી રહી છે ત્યારે વિશાળ બૂથ સાથે વિદેશી કંપનીઓ મોટી સંખ્યામાં સામેલ થઈ રહી છે અને ટેકનોલોજીમાં સૌથી ઉત્તમ પ્રદર્શિત કરી રહી છે. આ હકારાત્મક બિઝનેસ આઉટલૂકનું પ્રતિબિંબ છે અને તે આ એક્ઝિબિશનનો પુરાવો છે.’
એક્ઝિબિશનમાં 8500થી વધુ મુલાકાતીઓના આગમનની અપેક્ષા
આ વર્ષે આ એક્ઝિબિશનમાં 8500થી વધુ ટ્રેડ વિઝિટર્સ આવવાની અપેક્ષા છે. વિઝિટર પ્રોફાઈલમાં ટાઈલ્સ અને સેનિટરી વેર મેન્યુફેક્ચરર્સ, માઈન ઓઉનર્સ, ટેબલવેર મેન્યુફેક્ચરર્સ, બ્રિક મેન્યુફેક્ચરર્સ, સ્ટોનવેર મેન્યુફેક્ચરર્સ, ટેકનોલોજી સીકર્સ અને કન્સલ્ટન્ટ્સ, સિરેમિક ડેકોરેટિવ મેન્યુફેક્ચરર, ટેકનીકલ/એડવાન્સ સિરેમિક્સ અને ટેકનીકલ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટ્સ વગેરે સામેલ થશે. એક્ઝિબિશનમાં આંતરરાષ્ટ્રીય ડેલિગેશન્સ નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ તેમજ મિડલ ઈસ્ટ અને આફ્રિકન દેશોમાંથી સામેલ થશે.
માહિતીસભર સપોર્ટીંગ પ્રોગ્રામ્સ
સિરેમિક્સ એપ્લિકેશન વર્કશોપનું આયોજન 28 ફેબ્રુઆરીએ થશે જે એક અસરકારક પ્લેટફોર્મ છે જેમાં ટેકનીકલ સિરેમિક્સ કમ્પોનન્ટ્સની ક્ષમતા ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતો તેમના ઊંડા ઈન્ડસ્ટ્રી અનુભવ ટેકનોલોજી ડેવલપમેન્ટ, એનેલિટિક્સ અને પ્રોડક્ટ ડિઝાઈન પર આપશે. જે વિવિધ ઈન્ડસ્ટ્રીયલ યુઝર સેગમેન્ટ્સની આવશ્યકતાને અનુસરે છે.
એક અનોખો વર્કશોપ – રેડ ઈઝ ગ્રીન – એ આઈબાર્ટ એક્સ્પોનું ઈનિશિયેટિવ છે જે 28 ફેબ્રુઆરીએ યોજાશે જેમાં લાલ ઈંટોના સપોર્ટમાં દલીલો રજૂ કરાશે કેમકે તે સસ્ટેનેબલ વોલિંગ મટિરિયલ છે અને એન્ડ યુઝર્સને ઈન્ડસ્ટ્રીના આ પાસાના લાભ વિશે જાગૃત કરાશે.
જોબ ફેરની બીજી એડિશન સિરેમિક્સ અને બ્રિક ઈન્ડસ્ટ્રીના પ્રોફેશનલ્સને એકત્ર કરશે જેમાં ટોચની કંપનીઓ સાથે વાતચીત કરી શકાશે અને તેમના રસના ક્ષેત્રમાં નવી જોબની તકો જાણી શકાશે. સોલ્યુશન્સ પ્રોવાઈડર્સ યોગ્ય ઈન્ડસ્ટ્રી ટેલેન્ટને તેમની આગામી આવશ્યકતાઓ સાથે જોડી શકશે.
એક્ઝિબિટર્સ ટેકનોલોજી પ્રેઝન્ટેશન
ઈનોવેશન એક્સચેન્જ ઈન્ડસ્ટ્રી થિન્ક ટેન્ક, કન્સલ્ટન્ટ્સ અને ઈન્ડસ્ટ્રી ટેકનીશિયન્સ માટે અનોખું પ્લેટફોર્મ બનશે જેમાં અર્થપૂર્ણ ઈનસાઈટ્સ હાલના પ્રવાહો, નવી અને ઈમર્જિંગ ટેકનોલોજીસ, સસ્ટેનેબિલીટ અને ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસીસ સિરેમિક્સ ઈન્ડસ્ટ્રીમાં છે તેના વિશે જાણ કરશે. એક્ઝિબિટર્સ પાર્ટિસિપન્ટ્સ તેમની અદ્યત્તન ટેકનોલોજીસને 3 દિવસના આ શોમાં તેમના પ્રિ ડિફાઈન્ડ શિડ્યુલમાં રજૂ કરશે.
બાયર સેલર ફોરમ
બાયર સેલર ફોરમ એક એકીકૃત સપોર્ટિંગ સિસ્ટમ છે જે એક્ઝિબિશનમાં સામેલ છે અને તેમાં ટેકનોલોજીના બાયર્સ અને સેલર્સ વચ્ચે બિઝનેસ ચર્ચાઓ પર લક્ષ અપાશે. વન ટુ વન મીટિંગો ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એક્ઝિબિટર્સ અને બાયર્સ વચ્ચે ડાઈરેક્ટ કોન્ટેક્ટ માટે મદદરૂપ થશે, જે પ્રિશિડ્યુલ્ડ મીટિંગ્સ દ્વારા શક્ય બનશે. ટેઈલર મેઈડ મેચ મેકિંગ પ્લેટફોર્મ કે જેમાં એક્ઝિબિટર્સ સંભવિત બિઝનેસ પાર્ટનર્સને બ્રાન્ચ, પોઝિશન અને કંપનીઓ દ્વારા ફિલ્ટર કરીને મળી શકશે. તેમાં વિઝિટર્સને સ્પેસિફિક એપ્લિકેશન્સ કે બ્રાન્ડ્સ શોધવમાં મદદ મળશે. આ વર્ષે 500થી વધુ મીટિંગોનું આયોજન 3 દિવસમાં કરવામાં આવ્યું છે.
Market Research report (on ceramic industry) માર્કેટ રિસર્ચ રિપોર્ટ (સિરેમિક ઈન્ડસ્ટ્રી અંગે)
આ એક્ઝિબિશનમાં સિરેમિક ઈન્ડસ્ટ્રી અંગેનો માર્કેટ રિસર્ચ રિપોર્ટ મોર્ડોર ઈન્ટેલિજન્સ અને ઈન્ડિનય સિરેમિક્સ એશિયા દ્વારા રજૂ થશએ. આ રિપોર્ટમાં હાલના પ્રવાહો અને સિરેમિક માર્કેટની ભાવિ સંભાવનાઓ કે જે ભારત અને વિશ્વમાં રહેલી છે તેના વિશે જાણકારી આપવામા આવશે.
ઈન્ડિયન સિરેમિક્સ એશિયા 2019ની આગામી એડિશન 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ, 2019 સુધી ગાંધીનગરમાં એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે. વધુ માહિતી માટે www.indian-ceramics.com / www.ceramicsasia.netની મુલાકાત લો.
Subhojit Sen
Mob : 9924305777
Please send your news on 9909931560
TejGujarati