લોકવાર્તા. શિષ્ય નું સમાધાન.

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

એક સંત પોતાના શિષ્યની સાથે વનમાં ભ્રમણ કરી રહ્યા હતા. તેમણે જોયું કે એક
હરણ કૂદકા મારતું તેમના તરફ આવ્યું અને તે એકાએક ગાયબ થઈ ગયું. થોડીવાર
પછી સસલાંનું એક જોડું મસ્તીમાં દોડતું આવી રહ્યું હતું તે તેમણે જોયું. એ જ વખતે
એક માણસ પણ તેમને જોવા મળ્યો. એનો ચહેરો પીળો પડી ગયો હતો તથા તેની પર
કરચલીઓ પડી ગઈ હતી. તે બરાબર ચાલી પણ શકતો નહોતો. તેને જોઈને શિષ્ય |
ખૂબ દુખી થઈ ગયો. તેણે પોતાના ગુરુને પૂછયું કે મહારાજ ! હરણ, સસલાં તથા
| બીજાં બધાં પશુઓ બીમાર પડતાં નથી, જ્યારે મોટા ભાગે માણસ જ કોઈ ને કોઈ
રોગથી ગ્રસ્ત થઈ જાય છે એનું કારણ શું?
સંતે શિષ્યને સમજાવ્યું કે વત્સ ! પશુપક્ષીઓ પ્રકૃતિના નિયમો પ્રમાણે જીવન જીવે
છે. તેઓ ભૂખ લાગે ત્યારે જ ખાય છે અને આખો દિવસ દોડી તથા ઊડીને પોતાનું
ભોજન પચાવી નાખે છે. એટલે તેઓ કદાપિ બીમાર પડતાં નથી, જ્યારે માણસ
જીવવા માટે ખાવાના બદલે ફક્ત ખાવા માટે જ જીવે છે. તે આખો દિવસ કંઈ ને
કંઈ ખાતો રહે છે. પોતાની જીભ તથા ઇન્દ્રિયો પર કાબૂ ન રાખી શકવાના કારણે જ
તે અનેક પ્રકારના શારીરિક તથા માનસિક રોગોનો ભોગ બને છે. ગુરુના ઉત્તરથી
શિષ્યના મનનું સમાધાન થઈ ગયું.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply