ભગવાનને શા માટે લસણ ડુંગળીનો ભોગ ધરવામાં નથી આવતો? શા માટે લસણ ડુંગળી ના ખાવા જોઈએ? – કેડીભટ્ટ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

ભારત એક ધાર્મિક દેશ છે, અહી અલગ અલગ ધર્મના લોકો રહે છે. દરેક ધર્મની અલગ અલગ માન્યતાઓ છે જે લોકો પાળે છે. ભારતની આ ધર્મ નિરપેક્ષતાના કારણે ભારત વિશ્વમાં પ્રખ્યાત છે. હિન્દુ ધર્મ અનેક દેવી દેવતાઓને માનવમાં આવે છે અને અહી કોઈપણ કાર્યની શરૂઆત ધાર્મિક રીતિ રિવાજ પ્રમાણે અને ધાર્મિક વિધિ કર્યા પછી જ થાય છે.

હિન્દુ ધર્મ અનેક જ્ઞાતિઓ છે, દરેક જ્ઞાતીના અલગ અલગ રીતિ રિવાજો છે. દરેકની ખાવા પીવાની પણ અલગ પરંપરાઓ છે. સ્વામિનારાયણ, બ્રાહમ્ણ, વૈષ્ણવ, વાણિયા વગેરે સંપ્રદાયના લોકો લસણ-ડુંગળી ખાવા વર્જિત હોય છે. તેની પાછળના અલગ અલગ ધાર્મિક કારણો હોય છે જે દરેક સંપ્રદાયના અલગ હોય છે.

પણ અહી એક વાત અમે તમને જણાવીશું જે એક કારણ છે કે હિન્દુ ધર્મ શ માટે લસણ અને ડુંગળી ખાવામાં નથી આવતી. આ એક પૌરાણિક કથા છે જે સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે. જ્યારે સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું ત્યારે તેમાથી નીકળેલા અમૃતને વિષ્ણુ ભગવાન દેવતાઓમાં વહેચી રહ્યા હતા. ત્યારે કપટથી બે રાક્ષસ રાહુ અને કેતુ દેવતાઓની વચ્ચે અમ્રુત રસ લેવા માટે બેસી ગયા. ત્યારે ચંદ્ર દેવતાએ ભગવાન વિષ્ણુ ને જણાવ્યુ કે આ કોઈ દેવતા નથી પરંતુ દેવતાના વેશમાં બેઠેલા રાક્ષસ રાહુ અને કેતુ છે તો ભગવાન વિષ્ણુએ ક્રોધમાં આવીને તેમના માથા ધડથી અલગ કરી દીધા.

ભગવાન વિષ્ણુએ જ્યારે તેમનું માથું ધડથી અલગ કર્યું ત્યારે માથું કપાય એ પહેલાં તેઓએ અમ્રુત પી લીધું હતું પરંતુ એ અમૃત હજુ ગાળા સુધી જ પહોચ્યું હતું, ગળાથી આગળ શરીરમાં પહોચ્યું નહોતું. એજ કારણથી રાહુ અને કેતુના શરીર મૃત્યુ પામ્યા અને નષ્ટ થઈ ગયા પરંતુ તેના ચહેરા જીવિત રહી ગયા. અમૃત ગ્રહણ કરી લેવાને કારણે રાહુ અને કેતુ આજે પણ આ સૃષ્ટિ પર જીવિત છે એવું માનવમાં આવે છે.

એવું કહેવામા આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ રાહુ અને કેતુના માથા ધડથી અલગ કર્યા ત્યારે રાક્ષસોના મોઢામાંથી અમૃતના થોડા ટીપાં જમીન પર પડ્યા અને તેમાથી બે છોડ ઉત્પન્ન થયા. આ છોડ હતા લસણ અને ડુંગળીના. આ બંને છોડમાં રોગને દૂર કરવાના ગુણ રહેલા છે પરંતુ આ છોડ રાક્ષસોના મોઢામાંથી પડેલા અમૃતમાંથી ઉત્પન્ન થયેલા હોવાથી બંને છોડમાંથી ખૂબ જ દુર્ગંધ આવે છે અને આથી જ દેવતાઓ કે ભગવાનને આ ચડાવવામાં આવતા નથી અને અમુક સંપ્રદાયમાં પરહેજ છે.

આ પૌરાણિક કથા સિવાય એ પણ સામાજિક કારણ એ છે કે લસણ અને ડુંગળી બંનેનો સ્વભાવ ખૂબ જ ગરમ છે તેથી તે શરીરને ગરમી આપે છે અને રોગને દૂર રાખે છે. લસણ અને ડુંગળીની ગરમી થી વ્યક્તિને કામવાસના ની ઈચ્છા વધે છે જેથી વ્યક્તિનું મન ભટકવા લાગે છે અને અધ્યામિકતા તરફ રહેતું નથી. વ્યક્તિનું મન ધર્મમાં ટકેલું રહે એ એ માટે કામવાસનાને દૂર રાખવી જરૂરી છે એટલે ધાર્મિક રીતે લસણ ડુંગળીને વર્જિત કરવામાં આવેલા છે.

વૈષ્ણવ ધર્મના લોકો ફક્ત લસણ ડુંગળી જ નહીં પરંતુ તમામ પ્રકારના કંદમૂળનો ત્યાગ કરે છે. તેઓનું માનવું છે કે કંદમૂળ કામવાસનાનો વધારો કરે છે તેથી ભક્તિમાં લીન રહેવા માટે તેઓ તમામ પ્રકારના કંદમૂળનો ત્યાગ કરે છે.

આ સિવાય ડુંગળી અને લસણમાં તામસી ગુણ રહેલા છે તેનાથી લોકોમાં તામસીવૃતિ ઉત્પન્ન થાય છે. ક્રોધમાં રહેલો વ્યક્તિ કોઈપણ પ્રકારનું પાપ કરતાં અચકતો નથી, ક્રોધ વ્યક્તિને પાપ કરાવે છે અને તેના નાશનું કારણ બને છે. આથી ધાર્મિક માન્યતાઓ પ્રમાણે લસણ અને ડુંગળી ભગવાન કે દેવતાઓને ચડાવવામાં નથી આવતા અને ધર્મમાં પણ વ્યક્તિને ખાવાથી વર્જિત કરવામાં આવ્યા છે.કેડીભટ્ટ. પ્રેમ નો પાસવર્ડ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply