મેળો લાગ્યો..

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

મા – બાપ ની આંગળી પકડી ને

ચિચિયારીઓ કરતા બાળકો

ચકડોળ માં બેસવા ઉતાવળા

તો ક્યાંક પીપુડી – ફુગ્ગાની

મજા સાથે ચોકલેટ આઈસ્ક્રીમની

લહેજત માણતા ભૂલકાઓના દ્રશ્યોમાં

ક્યાંક પોતાની રોજી રળવા

આવેલ નાના નાના પાથરણા પર

રમકડાં વેચવા બેસેલ ના

લઘરવઘર કપડામાં બાળકો

જતા આવતા લોકોને

જોઈ શુ વિચારતા હશે ?

કે આ લોકો તો આજે મેળો જોવે છે

અમારા મા બાપ તો જ્યાં જ્યાં મેળા

લાગે ત્યાં ત્યાં વેપાર કરવા જાય છે

અને બધા જ મેળા ની મજા અપાવે છે !

આખરે અમારા મા બાપ પણ શ્રીમંત

તો ખરા જ…!! ફરક એટલો જ કે

તેમના મા બાપ મોજ કરવા

બાળકો ને મેળામાં લાવે છે જ્યારે

અમારા મા બાપ પેટ માટે…

નડીઆદ સંતરામ મંદિર માં મહાસુદ પૂર્ણિમા પર દર વર્ષે ત્રિદિવસીય મેળો ભરાય છે તે સમયે મારા પુત્ર ના મિત્ર અને મારા દીકરા સમાન મન ખત્રી એ ખૂબ સુંદર ફોટોગ્રાફી કરી આ ગરીબ બાળકો ના અને તેમના મા બાપ ના ફોટોગ્રાફ કલાત્મક રીતે કેમેરાની ઝાંખી માં કેદ કરી લીધા…

આટલા સુંદર ફોટોગ્રાફ માટે મારા દીકરા મન ખત્રી તારો ખૂબ ખૂબ આભાર…- જયેશ મકવાણા ‘પ્રસુન ‘.ફોટો : મન ખત્રી.

કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
 • 30
 •  
 •  
 •  
 •  
 •  
  30
  Shares
 • 30
  Shares

Leave a Reply