સુરતની ફેશન ડિઝાઈનર બ્રેઇન ડેડ યુવતીના હ્રદય સહિત અંગોનું દાન કરી ૬ વ્યક્તિઓને જીવતદાન આપી પરિવારે માનવતા મહેકાવી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

મૃત્યુ બાદ અંગદાન કરવાનાં ઘણાં કિસ્સાઓ નોંધાતાં રહે છે. તાજેતરમાં આવો એક હ્રદય સ્પર્શી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતની આ ઘટનાની વિગત એવી છે કે, ગઇ તા. ૧૭ મી નાં રોજ હેપ્પી હોમ રેસીડેન્સી પાસે આવેલ એરિસ્ટા બિલ્ડીંગ નજીક પટેલ યુવતી અકસ્માતે નીચે પટકાઇ હતી. જાનવી તેજસભાઇ નામની આ યુવતી સુરતનાં વેસુ એરિયામાં સ્વસ્તિક વિલા એપાર્ટમેન્ટમાં રહેતી હતી. જાનવી ફેશન ડિઝાઈનર તરીકે કામ કરતી હતી.

કારની ડિક્કી ઉપરથી પટકાવાને લીધે તેણીને માથામાં ગંભીર ઇજા થઇ હતી. બેશુદ્ધ હાલતમાં તેણીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. જયાં તબીબોએ જાનવીનું બ્રેનડેડ થયું હોવાનું જાહેર કર્યું હતું.

આ ઘટનાને પગલે ડોનેટ લાઇફની ટીમ હોસ્પિટલે ધસી ગઈ હતી. આ ટીમે જાનવીનાં માતાપિતા સાથે પરામર્શ કરીને અંગદાન બાબતની જાણકારી આપી હતી. જે બાદ જાનવીનો પરિવારે અંગદાન આપવાં સહમતી દર્શાવી હતી.

જાનવીનાં પરિવારજનોએ આંખ, કિડની, હાર્ટ અને લિવરનું દાન અન્યોને કરવાથી જીવતદાન મળશે એ રીતે બીજાને ઉપયોગી થવાની ભાવના દર્શાવી હતી. સૌ પ્રથમ મુલુંડની ફોર્ટીસ હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ લાલજીભાઈ ગેડીયામાં કરવામાં આવ્યું હતું.

જાનવીની એક કીડની રાંચી સ્થિત રાકેશકુમાર ઝા (42 વરસ) જ્યારે બીજી નરેશભાઇ રાજપરા રહે. અમદાવાદ ઉ. વ. 47, લીવરનું ટ્રાન્સપ્લાન્ટ 47 વર્ષીય પટેલ જીજ્ઞાબેન વિજયભાઇને કરવામાં આવ્યું હતું જે અમદાવાદ રહે છે. એ રીતે જાનવીની બે આંખ બે વ્યક્તિઓને રોશની આપવામાં નિમિત્ત બની હતી. આમ સુરતની આ તેજસ્વી યુવતીનું અંગદાન છ વ્યક્તિઓને નવજીવન આપવામાં સહાયક બન્યું હતું.

જે બદલ યુવતિનાં પરિવારજનોને અભિનંદન આપવાં ઘટે.

આ કિસ્સાથી સાબિત થયું છે કે, મૃત્યું પામેલ વ્યક્તિનાં પરિવારજનો ધારે તો અંગદાન થકી અન્યોને જીવતદાન આપી શકે છે, પરંતુ એવી માનવતાસભર ભાવના હોવી જોઈએ. આનાં ઉપરથી દરેકે ધડો લેવાં જેવો છે બીજાને ઉપયોગી થવાની ભાવના જાગૃત કરનાર આ પટેલ પરિવારને સલામ.

કેડીભટ્ટ. પ્રેમ નો પાસવર્ડ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply