એસ.ટી. – ગુજરાત ની થંભેલી રફ્તાર. જી.એસ.આર.ટી.સી.

ગુજરાત ભારત સમાચાર

જી.એસ.આર.ટી.સી. એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન બીજી ભાષા માં કહીએ તો ગુજરાત રાજ્ય ની ધોરી નસ અને ગુજરાતના લાખો લોકોને એક શહેરથી બીજા શહેર રોજ સહકુશળ પહોંચાડતા લોકોનું જૂથ.

દરેક જાતિ ધર્મ શહેર ગામ થી આવતા કંડક્ટર ડ્રાઈવર ભાઇઓ તથા બહેનો એક થઈને જ્યારે ગુજરાત રાજ્ય માટે કામ કરે છે ત્યારે જીએસઆરટીસી બને છે.

આપ જાણો છો? આ કાર્ય કરનાર કન્ડક્ટર તેમજ ડ્રાઇવરને શું મળે છે અને તેઓ શું કાર્ય કરે છે? ચાલો જાણીએ…

_________________________

*ગુજરાત ST થી પ્રસીદ્ધ થયેલ આ મેસેજ માં કરમ કથની છે*

(૧) રોજ બસ્સો થી બસ્સો પચાસ કિલોમીટરની બસની મુસાફરી કંડક્ટર તેમજ ડ્રાઈવર માટે કંપલસરી.

(૨) પગાર પંચના મામલામાં સૌથી પાછળ એટલે કે હજુ છઠ્ઠુ પગારપંચ પણ પૂરું એપ્લાય થયું નથી, તો સાતમાં પગારપંચની વાત જ ક્યાં કરવી.

(૩) આ લોકોને પગાર શરૂ થાય છે દસ હજારથી અને દર વર્ષે પંદરસો રૂપિયાનો વધારો મળે છે. જે વર્ગ ચારના સ્વિપર (સાફસફાઈ) કક્ષાના કર્મચારી ના પગાર ધોરણ બરાબર હોય છે.

(૪) સ્વિપર માં તો આઠ પાસની ભરતી થાય છે અને માત્ર સાફ સફાઇનું કાર્ય કરવાનું હોય છે પરંતુ કંડક્ટરો ની અંદર ગ્રેજ્યુએટ સુધીના લોકોની ભરતી થાય છે તેમજ તેઓએ બસમાં કેશિયર તરીકે ગણતરી કરવાની હોય છે અને એક ડિજીટલ આઇટી ઇક્વિપમેન્ટ ટિકિટ કાપવા માટે ચલાવવાનું હોય છે.

(૫) અને હા ભૂલ ન થતી હોય તો એ કહી દઉ જો ગણતરીમાં પૈસા ઘટે તો દસ હજારના નાનકડા પગારમાંથી જ ઉમેરવા ના અને જીએસઆરટીસીના ખાતામાં જમા કરાવવાના.

(૬) નિયમ પ્રમાણે ૧ બસમાં સીટિંગની સાથે વધુમાં વધુ તેર સ્ટેન્ડિંગ પેસેન્જર ની પરમિશન હોય છે પરંતુ ગુજરાતની અંદર દોઢસોથી બસો પેસેન્જર ને બસમાં ચડાવવા કન્ડક્ટર તેમજ ડ્રાઇવરને મજબૂર કરાઇ છે.

(૭) અને ભૂલમાં જો અધધધ ભિડ માં કોઇ એકાદ પેસેન્જર ને ટિકિટ દેવાની રહી જાય તો દંડ કંડક્ટર પાસે જ વસુલ કરાય હો વધુ માં ચર્ચા કરનાર કંડક્ટર ની બદલી કરી અંતળીયાળ ગામડા માં મોકલી દેવામાં આવે.

(૮) સ્કૂલમાં કોઇ એક શિક્ષક નાના બાળકોને ભણાવે છે કેમ બેસવું શું કરવું સ્કૂલને સ્વચ્છ રાખવી દરેકની સાથે વાતચીત કરે છે દરેકને હોમવર્ક આપે છે તેવી જ રીતે કન્ડક્ટર બસમાં પોતપોતાના ધરેથી અલગ અલગ મનોસ્થિતી લઈ આવનાર આગંતુક પેસેન્જર ને ક્યાં બેસવું? સીટ ખાલી છે કે નથી? શું અને કેવી રીતે વર્તવું? સાફસફાઈ રાખવી? ક્યાં ઉતરવુ છે? સ્ટેન્ડ આવ્યુ કે નહી? વગેરે તમામ વાતચિત કરે છે.

(૯) હાલના ત્રીસ ચાલીસ વર્ષ વર્ષના વ્યક્તિને પણ પૂછો તો તેને પણ તેના બાળપણમાં સ્કૂલમાં જતાં એસ ટી બસના માસ્ટર એટલે કે કંડક્ટર યાદ હોય.

(૧૦) એટલે કે દરેક પેસેન્જર સાથે રિલેશન એટલે કે પબ્લિક રિલેશન જાળવી એમની સાથે સંબંધો જાળવી અને એસટી નિગમને કમાણી કરી આપવાની કળા એટલે કંડક્ટર.

(૧૧) આ ડ્રાઇવરો તેમજ કંડક્ટરો યુનિફોર્મ ન પહેરે તો પાંચસો રૂપિયાનો દંડ છે પરંતુ આ યુનિફોર્મ જીએસઆરટીસી નિગમ વાળા આપતા નથી. આ કેવું?

(૧૨) બસ ચલાવવા ટાઇમ ટુ ટાઇમ પહોંચાડે તો વધારાનો કોઈ ફાયદો નહી પરંતુ ક્યારે કોઈ મુસાફર ને કારણે જો લેટ થાય કે વહેલી ઉપડી જાય તો પણ દંડાય તો ડ્રાઈવર અને કંડક્ટર જ.

(૧૩) કોઈક સેલ્સ મેન, ફેરીયો કે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ પણ જો રાત્રી મુકામ કોઇ જગ્યાએ કરે છે તો હજાર રૂપિયાનું રાત્રી એલાઉન્સ છે એનો પગાર પણ અપ્રોક્સ વિશે હજાર હોય છે, પરંતુ આ દસ હજાર રૂપિયા વાળા પગારદાર કંડક્ટર અને ડ્રાઈવરનું રાત્રી મુકામ નું એલાઉન્સ રૂપિયા દસ માત્ર છે.

(૧૪) જો કોઈ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થાય તો ત્યાંની રખેવાળી કરનારા કોટવાલને સજા નથી થતી પરંતુ જો ભૂલમાં પણ બસ અથડાય તો એનો સમગ્ર ખર્ચો પણ ડ્રાઈવર અને કંડક્ટર પાસેથી વસૂલ લેવાઇ છે. આ રિપેરિંગ પણ દસ હજારના પગાર દરેક પોતાના ખર્ચે કરાવવું પડે છે. અને જાનમાલની હાનિ માં તો સસ્પેન્શન પણ થઈ જતું હોય છે અને કેસ પણ ચાલે છે.

(૧૫) કહેવાય છે એવું કે જીએસઆરટીસી નુ કાર્ય સેવાકીય પ્રવૃત્તિ છે અને જો આ સેવા હોય તો તેમાં ટાર્ગેટ ન હોય, પરંતુ સત્ય એવું છે કે ડ્રાઇવરને રોજે રોજ ડીઝલનો ટાર્ગેટ હોય છે પર કિલોમીટર અને કંડક્ટરોને દરેક ટ્રિપમાં આવકનો ટાર્ગેટ હોય છે. પરંતુ ટાર્ગેટની સામે ઇન્સેન્ટિવ તો ઝીરો મળે હો.

(૧૬) હાથ ઊંચો કરીએ અને ગાડી ન ઊભી રાખી તો ડ્રાઇવર અને કન્ડક્ટર દંડાય, જ્યાં ઉતરવું છે પેસેન્જરને ત્યાં ગાડી ન ઊભી રાખીએ તો પણ ડ્રાઇવર અને કન્ડક્ટર દંડાય, બસ ભટકાય તો પણ સજા, અને રેવન્યુ ન આવે તો પણ સજા, વધારે ડિઝલ વપરાય તો પણ સજા, યુનિફોર્મ ન પહેરે તો પણ સજા, અને સમયસર ન પહોંચે તો પણ સજા.

(૧૭) ગૌણ સેવાની પરીક્ષા દઇને ઉતિર્ણ થઈ અને દરેક ટેસ્ટ પાસ કર્યા બાદ ભરતી થઇ નોકરી જોઇન કર્યા પછી જ્યારે એવું જાણવા મળે છે કે આ કાર્ય ખરેખર સરકારી નથી અને અહીયા હિટલર શાહી ચાલે છે અને અહીંયા સરકાર તરફથી કોઈપણ લાભ મળતા નથી.

(૧૮) હ્યુમન રિસોર્સ ના નિયમો અનુસાર જ્યારે તમે તમારા ઘરથી દૂર હો ત્યારે ફુડ એલાઉન્સ, ડબલ ઓવરટાઈમ એલાઉન્સ, નાઈટ એલાઉન્સ, ડેલી એલાઉન્સ બીજા ભથ્થા મળવા પાત્ર થતા હોય છે જે જીએસઆરટીસી માં મળતા નથી.

(૧૯) નાઈટ રોકાણ દરમીયાન સુવિધા ના અભાવે ઠંડી હોય તડકો હોય કે ચોમાસુ હોય, બસોના બારી બારણા કે છત તૂટેલી હોય અને જૂની બસો હોય તો પણ રાત્રીમાં ડ્રાઇવર કન્ડક્ટરે બસમાં જ સૂઈ રહેવું પડે છે માત્ર દસ રૂપિયા માટે.

(૨૦) ST નીગમે નવી બસો તો ખરીદી પરંતુ એજન્સી ભાડે રાખી પ્રાઈવેટ ડ્રાઇવરો રાખી પ્રાઈવેટાઈઝેશન કરી રહ્યા છે અને પ્રાઈવેટાઈઝેશમ વાળી નવી વોલ્વો બસો માં મળી રહેલી ખોટ ઓવરઓલ ST નીગમ માં દેખાડી રહ્યા છે.

(૨૧) સરકારના અમુક ડિપાર્ટમેન્ટ સાતમું પગારપંચ અને બધા જ લાભ મેળવી રહ્યા છે જ્યારે સૌથી છેલ્લું રહેલુ જીએસઆરટીસી કશું જ મેળવતું નથી.

(૨૨) સરકારી મેળા, વિદ્યાર્થીઓને રોજ સ્કૂલે પહોંચાડવા, નોકરિયાતને તેના સમયસર નોકરીના સ્થળ સુધી પહોંચાડવા, કે સરકારી ભરતી પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને સમયસર પહોંચાડવા બધે જ આ જ ST સ્ટાફ ઊભો રહ્યો છે.

(૨૩) પરંતુ આ એસટી કર્મચારીઓ એટલે કે ડ્રાઈવર અને કંડક્ટરોની પડખે આજ સુધી નથી જાહેર જનતા ઊભી રહી કે નથી સરકારે ક્યારેય હાથ થામ્યો.

(૨૪) આવા અગણિત પડતર પ્રશ્નોને કારણે સતત બે વર્ષથી રજૂઆત કરવા છતાં પણ કોઇ જ મક્કમ પગલાં સરકાર દ્વારા લેવાયા નહીં જેને પરિણામે આ સ્ટાફ એટલે કે આપણા ડ્રાઇવરો અને કંડકટરો હડતાળ સિવાય કોઈ ઉપાય ન બચતા હવે કપાત પગારે પણ આખા ગુજરાતના પિસ્તાલીસ થી પચાસ હજાર કર્મચારીઓ રજા ઉપર ઉતરી ગયા છે.

(૨૫) જાણે કે આખું ગુજરાત અટકી ગયું છે આ માત્ર કંડક્ટરને ડ્રાઇવરો અટક્યા નથી પરંતુ એમની સાથે એમનો આખો પરિવાર તેમના સગા સંબંધીઓ એટલે કે તમામ પેસેન્જરો અને આખુ ગુજરાત આજે અટકી ગયુ છે.

(૨૬) આ તમામ ડ્રાઈવરો અને કંડક્ટરોને કામ કરવામાં કોઈ જ વાંધો નથી પરંતુ તેઓ માત્ર માંગી રહ્યાં છે તેઓએ કરેલા કામનું યોગ્ય સ્વરૂપમાં વળતર અને આ તેમનો બંધારણીય અધિકાર છે.

(૨૭) આજે આખા ગુજરાતના દરેક વ્યક્તિ કે જેણે એક પણ વાર બસ ની મુસાફરી કરી હોય અને અમુક કલાકો પુરતા આ કંડક્ટર અને ડ્રાઈવર ના ફેમીલી બન્યા હોય તે તમામ ને હું આહ્વાહન આપું છું કે તેઓ આ કંડક્ટર ડ્રાઈવર ને સહયોગ આપે.

(૨૮) સરકાર આવડી મોટી બાબત મીડિયા સુધી પહોંચવા દેવા માગતી નથી એટલા માટે જ હાલ મીડિયામાં વધુ માહીતી અવી રહી નથી, તો મીડિયામાં તો આપણી સરકાર નહીં જ આવવા દે એવું લાગે છે.

(૨૯) તો ગુજરાતની જનતા જ મીડિયા તરીકે આ મેસેજનો પ્રચાર કરે અને દરેક લોકો સુધી આ મેસેજ મોકલે.

*ગુજરાત ST થી પ્રસીદ્ધ થયેલ આ મેસેજ માં કરમ કથની છે*

TejGujarati
 • 16
 •  
 •  
 •  
 •  
 •  
  16
  Shares
 • 16
  Shares

Leave a Reply