Watch “કર્મકાંડી બ્રાહ્મણો એ રોડ પર ઉતરી ને પાકિસ્તાનના પુતળાનું દહન કરી રોષ પ્રગટ કર્યો.” on YouTube

ગુજરાત ભારત રાજનીતિ સમાચાર

◆ કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા પુલવાના શહીદ ફંડ માટે પોતાની એક માસની વરુણી અર્પણ કરી.

◆ પુલવાના શહીદો જવાનો માટે આત્મા શાંતિ માટે પુરુસુકતના પાઠ કરેલ.

◆ સરહદી જવાનોને ઈશ્વરિય બળ મળી રહે તે માટે રૂદ્રયાગ હવન કરાયો.

● કર્મકાંડી બ્રાહ્મણો રોડ પર ઉતરી પાકિસ્તાન નું પુતળા દહન કરી રોષ પ્રગટ કર્યો હતો.

કર્મકાંડી બ્રહ્મ સંગઠન દ્વારા આજ રોજ રાજકોટના નટેશ્વર મહાદેવ મંદિર ખાતે પુલવામાં શહિદ થયેલ જવાનો માટે શ્રદ્ધાંજલિ સાથે આદરંજલી આપવામાં આવેલ હતી. દેશ કાજ શહીદી વહોનાર સૈનિકોને આત્માને શાંતિ આપે તે માટે પુરુષકત પાઠ તથા સરહદ પર રહેલા સૈનિકોને સંકલ્પીત બળ પુરી મળી રહે તે માટે રૂદ્રયાગ હવન કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યો હતો. તથા સૈનિક ફંડમાં બહોળી સંખ્યામાં બ્રાહ્મણોએ એક માસની પોતાની વરુણી અર્પણ કરવામાં આવી હતી. અને પાકિસ્તાન સામે રોષ ઠાલવતા તેમનું પુતળા દહન કર્યું હતું. આ તકે કર્મકાંડી બ્રહ્મ સંગઠનના ડો.હિરેન શાસ્ત્રી, હિરેનભાઈ ત્રિવેદી આગેવાનીમાં અસિતભાઈ જાની,વિનોદભાઈ જોશી, બ્રહ્મ યુવા અગ્રણી હિરેનભાઈ જોશી, દીપકભાઈ ભટ્ટસહિતના બહોળી સંખ્યામાં કર્મકાંડી બ્રાહ્મણો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમ અંતમાં ડો.હિરેન શાસ્ત્રીએ જણાવ્યું હતું.

રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply