ભરખી જતી ભૂલ – વિભા પટેલ.

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

એવું કહેવાય છે કે સમય સમય ને માન છે પણ એનું ક્યાં કોઈ જ ને ભાન છે,

આજ ની આ હડી મારેલી જિંદગીમાં ક્યાં કોઈને એવો સમય છે કે બે ક્ષણ પણ ઊંડો શ્વાસ લઈને આજુ બાજુ માં નજર ફેરવે, બસ પોતાના માં જ મશગુલ રહેનાર લોકો ની ભીડ માં કોઈ લાગણીશીલ ખોવાઈ જાય છે.

વ્યક્તિ નાની હોય કે મોટી પણ એ છે એક માણસ જ, જો એવું બધા જ યાદ રાખે તો ભૂલ નું અસ્તિત્વ જ ન હોત. ભૂલ નાની ક મોટી,ભૂલ ભૂલ જ કહેવાય,પણ આ ભૂલ જ મનુષ્ય નું પતન કરવા માં મોટો ભાગ ભજવે. પણ જો ગમે એટલી મોટી ભૂલ હોય પણ એને સામાન્ય ગણે તો.

ભૂલ ની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી હોતી.પણ આ ભૂલ એક એવી પ્રક્રિયા છે કે જો એ થઈ જાય તો જિંદગી આખી માં ઉથલપાથલ કરી નાખે.પણ કેવી ભૂલ છે એના પર.જ્યાં સુધી નાદાની માં ભૂલ થાય કે માસુમિયત માં ભૂલ થાય ત્યારે કહેવાય છે કે ચાલે ચાલો આગળ થી ધ્યાન રાખવાનું, પણ જો કોઈ સમજુ વ્યક્તિ ભૂલ કરે તો, યા તો કોઈ પરિપક્વ વ્યક્તિ કોઈ ભૂલ કરે તો જાણે મોટો અપરાધ કરી નાખ્યો હોય,પછી તો જાણે એની જિંદગી નું પતન થવા માં હોય એવું સ્ટેજ આવી જાય છે.

જ્યારે પણ કોઈ વ્યક્તિ ભૂલ કરે ત્યારે તે ભૂલ ને સામાન્ય ગણીને તેને ધ્યાન બહાર કરી મૂકે છે, પરંતુ જો તે વ્યક્તિ પોતાની સામાન્ય ભૂલ ને એકદમ બારીકાઇ થી સમજે તો તે બીજી વખત ક્યારેય મોટી તો શું પણ નાની ભૂલ કરવાથી બચી જશે.સમાજ માં ઘણી ખરી વ્યક્તિ ઓ સામાજિક ભૂલ કરે, તો કોઈ પરિવાર માં રહીને પારિવારિક ભૂલ કરે, આમ કોઈ પણ રીતે ભૂલ કરે પણ એનું નિરાકરણ ના આવે તો એ ભયંકર પરિણામ ને નોતરે છે. આટલું જ નહિ પણ ઘણી વાર એવા પણ લોકો જોવા મળે છે જેમને પોતાની જ જિંદગી થી જ નફરત કરતા હોય છે એમની કોઈ સામાન્ય ભૂલ ના કારણે જ. અને મનોમન પોતાની જાત ને એક જ સવાલ કરે કે શું આ એક અમસ્તી ભૂલ ની સજા આખી ઝીંદગી ભોગવવાની? તો મારા મંતવ્ય મુજબ તો મારું કહેવું એવું છે કે જેટલું જતું કરવાની ભાવના ને કેળવીશું અને ભૂતકાળ માં કરેલી ભૂલો ને વાગોળવાનું બંધ કરીશું તો કદાચ આ સજા ઓછી થઈ જશે યા તો સજા જેવું કંઈ રહેશે જ નહિ.

એટલે કે જે લોકોને પોતાના જીવન થી રીસ હોય એ લોકો કદાચ જીવન નો અર્થ જ નથી સમજતા એટલે એમને રીસ જ રે એમના જીવન થી, અને જે લોકોને જીવન જીવવું જ છે, જીવન ની મજા માણવી જ છે એ લોકોને ગમે એટલું દુઃખ હોય કે ગમે એટલી ભૂલો કરી હોય પણ એ ભૂલો ને ભૂલી ને આગળ વધવા માટે પ્રયત્નો કરતા રે છે, અને ઘણા ખરા અંશે આવા લોકો સ્વાર્થી બને છે અને બને પણ કેમ નહિ… જો આ સ્વાર્થ પણું ના કેળવે તો ભૂતકાળ માં કરેલી ભૂલો એમને જીવવા જ ના દે.

જો આ દુનિયા નો દરેક વ્યક્તિ આવી રીતે થોડો સ્વાર્થી બને તો જીવન ની દરેક ક્ષણ ને સાચી રીતે જીવી લે,બસ એક જ વાત ધ્યાન માં રાખે, કરેલી ભૂલો નો ભૂતકાળ ભૂલે…

વિભા પટેલ

TejGujarati
 • 37
 •  
 •  
 •  
 •  
 •  
  37
  Shares
 • 37
  Shares

Leave a Reply