હવે તમારું એક્ટિવા ફક્ત ૫૦ રૂપિયામાં ૧૦૦ કી.મી. દોડશે – કેડીભટ્ટ.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

પેટ્રોલના દિવસે દિવસે ભાવ વધારાથી હવે તો મધ્યમ વર્ગને સાઇકલ ચલાવવી પડે તેવા દિવસો આવી ગયા છે. અત્યારે પેટ્રોલનો ભાવ અંદાજે 80 રૂપિયાની આસપાસ હશે. તેવામાં કોઈપણ વાહનની એવરેજ સામાન્ય રીતે ૪૦ થી ૫૦ કી.મી. ની હોય છે.પણ જો તમને એવું કહેવામા આવે કે હવે તમારું એક્ટિવા ફક્ત ૫૦ રૂપિયામાં ૧૦૦ કી.મી. ચાલશે તો તમને નવાઈ જરૂર લાગશે.

હાં, આ વાત સાચી જ છે, જો કે તમને માનવમાં નહીં આવે. તેના માટે તમારે પેટ્રોલનો નહીં પરંતુ CNG નો ઉપયોગ કરવાનો રહેશે. CNG નો ભાવ અત્યારે અંદાજે ૫૦ રૂપિયા ૧ કિલોનો ભાવ છે અને તમે એ ૧ કિલોમાં અંદાજે ૧૦૦ કી.મી. સુધી તમારું એક્ટિવા ચલાવી શકો છો.હોન્ડા કંપની દ્વારા એક્ટિવા આપવામાં આવ્યા છે તે બધા જ પેટ્રોલ પર ચાલે છે. જોકે CNG મોડેલ તેઓ લોંચ કરવાના છે, પણ ક્યારે કરશે તેનો હજુ સુધી કોઈ ખુલાસો આપવામાં આવ્યો નથી. તો હવે આપણાં પેટ્રોલ મોડેલને બજારમાં મળતી CNG કિટને એક્ટિવામાં લગાવીને CNG પર ચલાવી શકાય છે. CNG પર એક્ટિવા ચલાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે પેટ્રોલ કરતાં ભાવ પણ ઓછા છે. CNGના અને પેટ્રોલ પર ચાલતા એક્ટિવા કરતાં CNGમાં એવરેજ પણ બમણી મળે છે.એક્ટિવામાં CNG કીટ લગાવ્યા બાદ તેને પેટ્રોલ પર પણ ચલાવી શકાય છે. એક્ટિવામાં એક સ્વિચ આપવામાં આવે છે, જેનાથી CNG અને પેટ્રોલ મોડ બદલી શકાય છે. એટલે કે હવે તમે એક્ટિવા CNG અને પેટ્રોલ એમ બંને પર ચલાવી શકો છે. CNGનું સિલિન્ડર સીટની નીચે રાખવામા આવે છે.

CNG કીટનું થોડું નુકશાન પણ છે, કે તેમાં સિલિન્ડરમાં ૧.૨ કિલો જ ગૅસ આવે છે અને તે ગૅસમાથી ૧૨૦ થી ૧૩૦ કી.મી. સુધી એક્ટિવા ચાલે છે. CNG થી એક્ટિવાની એવરેજ તો વધે છે પણ થોડું પિક-અપ ઓછું થઈ જાય છે, જેથી ઢાળવાળા વિસ્તારમાં થોડી તકલીફ પડે છે.કેડીભટ્ટ.પ્રેમ નો પાસવર્ડ.

કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply