સ્વ. શ્રી ડી.એન.શાહ અને સ્વ. શ્રીમતી લીલાબેન ડી.શાહ સ્મૃતિ
વંદના ટ્રસ્ટ (સૂચિત) ના ઉપક્રમે તા.૧૬/૦૨/૨૦૧૯ ના રોજ ડાહીબા
સમાજ ભવન, ઘાટલોડિયા ખાતે હૃદયસ્થ શ્રી ડી.એન.શાહ (બાલુભાઇ)
ની પ્રથમ વાર્ષિક પુણ્યતીથિ નિમિત્તે શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજ સેવા, શિક્ષણ, સૈનિકોનું સન્માન, ગૌદાન તથા
મેડીકલ ક્ષેત્રે પ્રદાન માટે પરિવારજનો તરફથી માતબર રકમની સહાય
જાહેર કરવામાં આવી હતી. શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં
સમાજના પ્રતિષ્ઠિત નાગરીકો, ઉચ્ચ અધિકારીઓ, ડૉક્ટર્સ, વણિક
સમાજનાં આગેવાનો, શિક્ષણવિદો વિગેરે હાજર રહયા હતાં, અને
શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે સ્વ. શ્રી ડી. એન. શાહ ની
બહુમુખી પ્રતિભા અને સમાજ સેવાના ગુણોને યાદ કરી શ્રધ્ધાંજલી
અર્પણ કરાઈ હતી.
TejGujarati