કાશ્મીરમાં 44 વીર શહીદો માટેનો તમારો જનાક્રોશને શહીદોનાં પરિવારને આપ સીધી મદદ કરીને વ્યક્ત કરી શકો છો.

ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં સી.આર.પી.એફ.ના જવાનો શહીદ થયા હતા. ત્યારે પ્રશ્ન એ થાય કે થોડાક દિવસ માટે સોશિયલ મીડિયા પર લોકો પોતાનો ગુસ્સો ઠાલવતા રહેશે, અને દિવસો વિતતા ઘીના ઠામમાં ઘી પડી જશે અને પછી જીવન હતું તેમ થાળે પડી જશે.પરંતુ જે ૪૪ શહીદો છે તેમના પરિવારજનો માટે વિચારવા આપણી પાસે ક્યાં સમય છે .આપણે તો તે જવાબદારી ફક્ત સરકારના માથે નાખીને બેસી જઈએ છીએ
સરકાર દ્વારા એક વેબસાઈટ આપવામાં આવી છે. જેમાં આપ ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરી શકો છો. આપના દ્વારા ફાળવેલા પૈસા સીધા શહીદના ખાતામાં જશે. અને જે નક્કી કરેલ રકમ હશે, તેટલી રકમ જમા થઈ જશે, પછી આપોઆપ જ તે શહીદના ખાતામાં પૈસા જઈ નહીં શકે. આજના ડિજિટલ યુગમાં ખરેખર આપની દેશપ્રેમની ભાવના વ્યક્ત કરવી હોય તો સરહદ પર આપણા માટે 24 કલાક ઉભા રહેનાર શહીદ ના ખાતામાં ફુલ નહિ તો ફુલની પાંખડી આપણે પણ આપી શકીએ છીએ.થોડાક સમય પહેલા અક્ષય કુમારે મંત્રાલય પાસે શહીદો ની મદદ કરવા માટે ભારત કે વીર નામની એક વેબસાઇટ અને એપ્પ લોન્ચ કરાવી હતી. જે ગૃહ મંત્રાલય ministry of home affairs દ્વારા ચાલતી હોય છે. જેનું સંચાલન સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા કરે છે. આ વેબસાઈટમાં જવાનોનું લિસ્ટ હોય છે, કે જેઓ દેશની સુરક્ષા કરતા કરતા શહીદ થયા છે. વેબસાઈટમાં દરેક જવાનની પૂરે પૂરી વિગત મળી શકશે અને ત્યાં સુધી વિગત મળી શકશે કે તે કઈ રીતે શહીદ થયેલા હતા. સરકાર તો જે રકમ આપવાની હશે તે આપશે જ, પરંતુ આખો દેશ પણ તેમની મદદ કરી શકે તે હેતુથી તેમના પરિવાર માટે, પરિવારના કોઈપણ ખાતામાં ટ્રાન્સફર કરી શકાય તે રીતે એક સરળ પ્રોસેસ છે. તમે 100 રૂપિયા થી માંડી લાખો રૂપિયા સુધી દાન કરી શકો છો. અને અને યાદ રહે કે આ રૂપિયા તમારા ક્યાંય વેડફાશે નહીં. તે સીધા શહીદના પરિવારને જ મળશે. અને તમે આપેલ પૈસા નું સર્ટિફિકેટ આપવામાં આવે છે. જે તમને પીડીએફ સ્વરૂપે મળી શકે છે .ભારત કે વીર એપ્લિકેશન એપ્રિલ 2017 માં શરૂ કરવામાં આવેલી હતી.

તે વેબસાઇટ છે –
‘ભારત કે વીર’ નામની. આ વેબસાઈટ એપ્રિલ, ૨૦૧૭ના રોજ શરૂ કરવામાં આવેલ છે.
https://bharatkeveer.gov.in.

TejGujarati
 • 10
 •  
 •  
 •  
 •  
 •  
  10
  Shares
 • 10
  Shares

Leave a Reply