જમ્મુ-કાશ્મીર માં થયેલા આતંકવાદી હુમલા માં શહીદ થયેલા C.R.P.F ના જવાનો ને અશ્રુભીની શ્રધાંજલિ….હિતેશ રાયચુરા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ સમાચાર

જમ્મુ-કાશ્મીર માં થયેલા આતંકવાદી હુમલા માં શહીદ થયેલા C.R.P.F ના જવાનો ને અશ્રુભીની શ્રધાંજલિ….

સાથે મોદી સાહેબ ને એક સવાલ કે ક્યાં સુધી આમ ચાલશે ???

છાસવારે આવા હુમલા થાય અને એની ટીકા થાય, વખોડાય, અને વધુ માં વધુ સર્જીકલ સ્ટ્રાઇક થાય અને આંતકવાદી ને મારીએ એના કરતાં એક સર્જરી જ કરી નાખો અને ખેલ ખલાસ જ કરી નાખો ને !!!

ભૂલ કઈ રીતે થઈ તે સમજવા માં જેટલો સમય વેડફાય છે તેના કરતાં ઓછા સમયમાં એ ભૂલ સુધારી શકાય છે…

મોદી સાહેબ પાસે આશા રાખી શકીએ કે એ ધારે તો હમણાં પાકિસ્તાન ના ધોતીય ઢીલા કરી શકે એમ છે તો સાહેબ જી આવી બાબત માં કા તો તમને ગમતું કામ કરી ને તમારી છપ્પન ની છાતી બતાવો અથવા ન ગમતું હોય યો આ કામ છોડી દેવાની છત્રીસ ની છાતી બતાવો અને આર્મી ને સોપી દ્યો એટ્લે હમણા જુવો 1 જ દિવસ માં બધા જ પ્રશ્ન સોલ્વ !!!

પણ આપણા દેશનું દુર્ભાગ્ય જુવો કે મોટાભાગ ની સરકાર ચતુર્થ માર્ગ અપનાવે છે…ફરિયાદ કર્યા કરવાનો ને નિંદા કરવાનો..!!!

લગભગ બધા નેતા તૈયાર ટમ થઈ ને મીડિયા માં આલોચના કરશે અને આવા હુમલા ને વખોડશે અને જનતા સોશિયલ મીડિયા માં 2-3 દિવસ શહિદ જવાનો માટે લાઇક કરવાની અપીલ કરશે અને ફરી પાછા જેવા હતા એવા….

બીજી ખાસ વાત ની નોંધ લેવા જેવી છે કે હું હમેશા મારી પોસ્ટ માં જેમનો ઉલ્લેખ કરું છું એવા આપણા ઉદ્ઘાટન પ્રિય સી.એમ.રૂપાણી સાહેબ, તથા એમની સરકાર ના પોતાના લાભ માટે તત્પર તમામ MLA, તથા વાજતે ગાજતે પોતે સેવા નું જ કામ કરી રહ્યા છે એવા સ્વામિનારાયણ સંપ્રદાય, છેલ્લા 1 મહિના માં દરરોજ નવા નવા ઉપાશ્રય ના ઉદ્ઘાટન કરી રહેલા જૈન મ.સા., દેશ માટે જીવ આપવાની વાતો કરતાં હાર્દિક પટેલ આણી કંપની, સેવા ના નામે કરોડો ભેગા કરનાર મોટા મોટા કથાકાર જેવા અનેક માં થી કોઈ એ હજુ સુધી નથી તો કાઇ રોષ પ્રગટ કર્યો કે નથી દુખ વ્યક્ત કર્યું કે નથી શહિદ જવાન ના પરિવાર માટે કોઈ સહાય જાહેર કરી !!!

લોકો એ આવી ઘટના પર થી તો શીખ લેવી જોઈએ કે કોણ સાચા અર્થ માં દેશપ્રેમી છે અને કોણ સ્વાર્થ ખાતર સેવા નો ઢોંગ કરે છે !!!

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply