શું કહી શકાય ? – વિભા પટેલ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

એવું કહેવાય છે કે ઉમર સાથે દ્રષ્ટિ,વિચારો, વર્તન…. બધું જ બદલાય છે તો શું સપના જોવાનો દ્રષ્ટિકોણ પણ બદલાય ખરું?

આ પ્રશ્ન એટલો સરળ નથી જેટલો લાગે છે. મારા વ્યક્તિગત અનુભવ થી તો હું એટલું કહીશ કે વ્યક્તિ સાથે સપનું પણ ઘરડું થાય છે.

એક સમય એવો હતો કે સમાજ શું છે એવું ભાન ન હતું કે જવાબદારી શું છે એની ખબર જ ન હતી. તેમ છતાં ક્યાંક કસેક સપના જોવાય જતા સહજતા થી,અને જો એમાં કઈ કારવાની ચાહ હોય અને એ ચાહ ના સપના માં જ હોઈએ તો એવું પણ થતું હતું કે વારંવાર એ જ સપનું આવે…. પણ ક્યારેક એવું પણ થઈ શકે કે જે સ્વપ્ન બાળપણ થી જ્ ઘર કરી ગયું હોય

એને પુરું કરવા આપણે મથી રહ્યાં હોય અને એકાએક એમાં એવો બદ્લાવ્ આવે કે આપણે સ્વપ્ન તો એનું એ જ્ હોય પણ એનો માર્ગ,દિશા અને એને પૂરું કરવાની જે આપણી વિચાર ધારા હોય અ સમ્પુર્ન્ પણે બદલી જાય…….

આવા બદલાવ ને એવું તો ના કહી શકાય કે સ્વપ્ન જ્ બદલાઇ ગયું….

કુદરત નો એક નિયમ છે કે એ બધા ને કંઈ ને કંઈ આપે જ્ છે અને કંઈ રિતે આપે છે બસ એ આપણા અનુમાન ની બહાર છે. હું અહી જેની પણ વાત્ કરીશ કે કરી રહિ છું એ એક એવા મહત્વકાંક્ષી ની છે જેમનું સ્વપ્ન થોડું અડ્વિતરૂ છે એમ એમનું માનવું છે.

કહેવાય છે કે સાથે શું લાવેલા અને સાથે શું લઈ જવાના.

પણ આપણે વિચારીએ તો સાથે ઘણું બધું લાવ્યા હતા..અને ઘણું લઈ જવાના છિએ….

અહિ એક એવા વ્યક્તિત્વ ની વાત કરુ છુ જેને સમાજ થી કોઇ મતલબ નથી એવુ માની ને પોતાની જિન્દગિ જિવે છે પણ તો પણ સમાજ એટલો જ મહત્વ નો છે એ વ્યક્તિત્વ માટે..

હજુ પણ મને યાદ છે એ મહત્વાકાંક્ષી ચહેરો કે રાત પડે અને પથારી માં જવાની ઉતાવડ જ હોય, અને જો પ્રશ્ન પૂછીએ કે કેમ આટલું જલ્દી તો જવાબ એક જ સમ્ભડાય કે સપના માં જવું છે. એને એની કલ્પનાઓ અને સપના ઓ માં જ રહેવુ ગમે… અને ગમતુ હતું. નતુ એને આ સમાજ નું કોઈ પણ જાત નું ભાન, બસ પોતાની ધૂન માં રહેતી આ છોકરી ને એક જ વાત નું ભાન જિંદગી માં જીવંત રહેવાની ઘેલછા નું, જે ખરાબ ના કહેવાય. એમા અગત્ય ની વાત તો એ કે એની વિચારધારા જે છે એ સામાન્ય નથી . સમજવા માટે તો ઘણું બધું સમજિ લેવાય, પણ એના માટે સકારાત્મક વલણ રાખવું કે હકારાત્મક એ પણ જોવું પડે.

પણ એ માસુમ મહત્વકાંક્ષી ને એ ખબર ન હતી કે સપના પુરા કરવા માટે ધ્યેય પણ હોવું જરૂરી છે કેમ કે સપના તો બંધ કે ખુલી આંખો એ જોઈ લેવાય છે પણ એને પુરા કરવા માટે જાગવું અને દોડવું પડે મહેનત કરવી પડે અને જેમ જેમ આ માસુમ મહત્વકાંક્ષી ને એ ભાન થયું કે હા પથારી માંથી નીકળવું પડશે, આંખો ખોલવી પડશે ,દોડવુ પડશે, અને એના માટે મારે પેલા શું કરવું પડશે? તો જાતેજ મનોમન નક્કી કર્યું કે મારે ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ નિયમ ને અનુસરવું પડશે. બસ ત્યારથી એક શરૂઆત કરી… ક જો કાઈ કરવું હોય તો પેલા મારી જાત ને સાચવીસ.

બસ આ નિર્ણય થી શરૂઆત કરી અને ત્યાર બાદ સપનું પુરુ કરવા કે ધ્યેય પ્રાપ્તિ ની… સીડીઓ ચડવા માટે ની જે ખેવના જોઈએ એ ખેવના કેળવી લીધી મન ને મક્કમ કરી ને.

આમ જ સમય વીતવા લાગ્યો અને દર રોજ ક્યારેક ઘર ની છત પર તો ક્યારેક ઘરના ઝરૂખે હાથ માં પેન્સિલ અને ડ્રોઈંગ બુક લઈને રોજ બરોજ આસપાસ ના દ્રશ્ય ને ચિતરતી… અને એની ધુંન માં રહેતી. ધીરે ધીરે એના સપના ને દિશા મળી દરરોજ છાપુ વાંચવાની ટેવ નું સકારાત્મક પરિણામ મળ્યું.એને એક જ ચિંતા કોરી ખાતી હતી કે કોમર્સ નથી ભણવું અને સાયન્સ પણ નહિ જ અને આર્ટસ માં પણ ના જ… એનો ગમતો વિષય તો હતો કલર અને પીંછી ઓ પેન્સિલ અને રબર,કઈ ને કઈ કોરા કાગળ પર ચિતરવું. એમાં વચે જો કઈ એવું આવી જાય મગજ માં તો પાછું બેન કઈ લખી પણ લે જેમ ક નાની કોઈ કવિતા ક કોઈ લેખ..ટુંક માં કલાકાર બેન પણ કહી શકાય.પણ જેમ જેમ તરુણાવસ્થા માંથી બહાર આવતી ગઈ એ માસૂમ મહત્વાકાંક્ષી.. તેમ તેમ એક નકારાત્મક વસ્તુ એ ઘર કર્યું એના માં. જેનું જજમેન્ટ કરવાની ક્ષમતા કદાચ ન હતી. વિભા પટેલ.

કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply