એ તિરંગો આપણાં પુત્ર શવ ને લપેટાયો હોત તો? શરમ કરો,બનાવો જલ્દી ગુજરાતી રેજીમેન્ટ, છોડો પ્રિયા ની સોડ જો.- મિત્તલ ખેતાણી.રાજકોટ.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત રાજનીતિ સમાચાર

માથું એનું ય ફોડજો ,

આંતકીઓને વટાણાં ની જેમ ફોલજો.

માથું એનું ય ફોડજો ,

આંતકીઓને વટાણાં ની જેમ ફોલજો.

નહોંર ના રાખો તો કાંઈ નહિ,

કચકચાવજો દાંત ને જીભ થી બોલજો.

વધેર્યા સપૂતો ને ,ને બૉમ્બ થી ઉડાવ્યા,

એ આતંકીઓ ને વટાણાં ની જેમ ફોલજો.

ફાટી પડ્યું આભ આજે ચોધાર આંસુએ,

માં નું ચીર હરાયું,જો એ બેઠી શહીદોની લાશું એ,

હે નેતાઓ, સુધરો, એક બીજા પર ના ઢોળજો.

સુંઠ નથી ખાધી માં એ પણ દૂધ તો પાયું છે ને,

ફરજ શહીદો એ પુરી કરી,વારો મારો-તમારો,સાચું છે ને?

કાયમ બકબકનો ઇતિહાસ આપણો,હવે તો મોડજો.

એ વિધવા આપણી બેન-દીકરી,સૈનિક એ માડી જાયો હોત તો?

એ તિરંગો આપણાં પુત્ર શવ ને લપેટાયો હોત તો?

શરમ કરો,બનાવો જલ્દી ગુજરાતી રેજીમેન્ટ,

છોડો પ્રિયા ની સોડ જો.

બનીએ બધા એક આ કાળ અવસરે,

બુદ્ધિ ના વિવાદ કે ધર્મ-પક્ષ-નાત જાત ને વિસરીએ.

આહવાન સૌને,100 બાંગ્લા સર્જીને ચીન-પાકિસ્તાન ને તોડજો.

વારો આવ્યો સુદર્શન નો ,બાંસુરી બહુ વગાડી,

ના ભારતનાટ્યમ્ ખપે હવે,આવ શિવ તાંડવ જગાડી,

આ એક કાર્ય પૂરતા તો થઈને એક,મોદી-રાહુલને જોડજો.

જન ગણ મન ગાયું ને કરી સુફીયાણી રોજ

અહિંસા ને ગોળીએ દયો,માંગે છુટ્ટો દોર ફોજ

બદલો ના લઈએ તો લાગશુ શિખંડી,

દુશ્મનની છાતીએ બેસવું એ જ રાષ્ટ્ર્ધર્મ,માથું એનું ય ફોડજો

-મિત્તલ ખેતાણી.રાજકોટ.

TejGujarati
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares
 • 6
  Shares

Leave a Reply