એક દિવસ નજર મળી, બીજા દિવસે પ્રપોઝલ, ત્રીજા દિવસે મુલાકાત થઈ, તોય,સાચો સનમ ના મળ્યો…હેલીક.

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

ના મળ્યો…

ત્રણ વરસ કોલેજ કરી,

ત્રણ કલાક,પિકચર જોઈ,

ત્રણ ડબ્બાનું ટિફિન લઇ નીકળ્યા,

તોય,જમવાનો ટાઇમ ના મળ્યો…

એક દિવસ નજર મળી,

બીજા દિવસે પ્રપોઝલ,

ત્રીજા દિવસે મુલાકાત થઈ,

તોય,સાચો સનમ ના મળ્યો…

પ્રીતની પીડા મળી,

પટાવવાની શરૂઆતથી

બધી પત્તર ખંડાઈ ગઈ,

તોય,પ્રેમનો પત્તો ના મળ્યો…

સુંદરતા નિહાળી નજરથી,

દિલમાં વસવાટ કરી ગઈ,

વાત કરી શકીએ છૂટથી,

એવો,સાથી ના મળ્યો…

હેલીક…

TejGujarati
 • 14
 •  
 •  
 •  
 •  
 •  
  14
  Shares
 • 14
  Shares

Leave a Reply