*”વેલેન્ટાઈન ડે” મનાવવો કે “વેલ-ઇન-ટાઈમ ડે” – પ્રો. ગિરીશ બ્રહ્મભટ્ટ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

*”વેલેન્ટાઈન ડે” મનાવવો કે “વેલ-ઇન-ટાઈમ ડે”*

આમ તો, ભારતીય લોકોએ વેલેન્ટાઈન ડે નહીં પણ વસંત પાંચમી મનાવવી જોઈએ. યુવાનોએ ઋતુઓ માં રાજા ગણાતી અને ખરેખર કુદરતી પ્રેમની ૠતુ ગણાતી વસંત ૠતુના વધામણાં કરવા જોઈએ. આપણે ભારતીયો સમય-પાલનમાં ખૂબજ ઉદાસીન છીએ. વ્યકિતગત તેમજ દેશના વિકાસ માટે દરેક યુવાનોએ ટાઈમ મેનેજમેન્ટ કરવું આવશ્યક છે. યુવાન મિત્રોને મારે કહેવું છે કે, ‘વેલેન્ટાઈ’ન ડે’ મનાવો એની ના નહીં, પણ આજથી દરેક કામ પૂરૂં કરવામાં અને સ્કુલ, કોલેજ કે ઓફિસે પહોંચવામાં “વેલ-ઇન-ટાઈમ” થાવ. સોંપેલું દરેક કાર્ય સમયસર પુરૂં કરવું જોઈએ. સ્કુલ, કોલેજ કે ઓફિસે સમયસર પહોંચવુ જોઈએ. જો તમે જીવનમાં “વેલ-ઇન-ટાઈમ” થશો તો સફળતાઓ પણ મળશે “વેલ-ઇન-ટાઈમ”

*- પ્રો. ગિરીશ બ્રહ્મભટ્ટ*

કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply