14 ફેબ્રુઆરી – વેલેન્ટાઈન ડે :
એટલે પ્રેમનો દિવસ.આજે તો ઘણા ધતુરાના ફૂલ જેવા પ્રેમીઓમાં ગુલાબ જેવી છોકરીઓ ને ગુલાબ આપવાની હોડ જામશે.તો ઘણા પ્રેમી યુગલો મન મુકીને આજ ના દિવસની મોજ માણશે. પણ સાચું કહું તો પ્રેમનો દિવસ એક જ હોય ? પ્રેમ તો નિરંતર વહેતુ ઝરણું છે જેના ખડખડ વહેવાનો અવાજ જીવન ના અંત સુધી માણવાનો હોય છે.પ્રેમ એ એક એવી અનુભૂતિ છે જે પોતાને ગમતી વ્યક્તિ ની લાગણીઓ સાથે સતત પ્રદર્શિત થતી રહેતી હોય છે.માતા પ્રત્યેનો,પિતા પ્રત્યેનો ,ભાઈ પ્રત્યેનો, બહેન પ્રત્યેનો ,પ્રેમિકા પ્રત્યેનો એ પ્રેમ જ છે.દરેક યુવાઓને બસ પ્રેમિકા ને મનાવવી કે રિઝાવવી એ જ પ્રેમ હોય છે પણ સાચે જ પ્રેમ તો સર્વવ્યાપી છે.જે કોઈ એક જ મુદ્દા ને કે વ્યક્તિ ને વળગેલ નથી હોતો.પ્રેમ સર્વવ્યાપી છે.
( ફોટો : કીર્તિ આડારકર)
ઉખાણું પ્રેમનું કેવી રીતે ઉકેલ્યું?
તે તો બધું ગુલાબ કરી મેલ્યું..
તારા સ્પર્શ પછી હાથ હવે ક્યાં હાથ છે,
એ તો લાગે છે મોગરાની ડાળખી
હોઠોનું મધુર બુંદ મુજ હોઠે ઝીલ્યું
તે તો બધું ગુલાબ કરી મેલ્યું…
આંખનું આંખપણું છીનવી લીધું
એ તો બની ગઈ ફૂલોની પાલખી
રોમરોમ ઉડ્યા કરે પતંગિયાં
ને રંગોનું ટોળુ જો રેલ્યું,
તે તો બધું ગુલાબ કરી મેલ્યું…
ચાલુ તો ઝરણાં ની જાત ખુદ લાગુ
ને ઉભો રહું તો લાગુ ઝાડ
આ તો કેવું તે પ્રણય નું સતોડિયું ખેલ્યું,
તે તો બધું ગુલાબ કરી મેલ્યું….
મારામાં તે એવું તે શુ કર્યું કે
પંખી પણ બાંધે છે માળ
રાધા હવે રમે છે આંખમાં
ને આખું મથુરા મેં તેડ્યું..
તે તો બધું ગુલાબ કરી મેલ્યું…(વેલેન્ટાઇન ડે સ્પેશિયલ ) જયેશ મકવાણા ‘ પ્રસુન ‘
ફોટો : કીર્તિ આડારકાર,સોનમ સોહમ શાહ.
કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.
TejGujarati
39 - 39Shares
- 39Shares