ભગવતી શ્રી મેલડી માતાજી મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. કૈયલ. રિપોર્ટર – કેડીભટ્ટ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

માનવોમાં શ્રેષ્ઠતમ મહામાનવ – વિરલ વિદ્વાન વિભૂતિ

સિમ્બોલ ઓફ નોલેજ ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકર ની

પ્રેરણાદાયક વિચારધારાઓને વેગવંતી બનાવવા સતત પ્રયત્નશીલ એવા

કૈચલ મંદિરે ચાલતી માનવ કલ્યાણની પ્રવૃત્તિઓની એક ઝલક…

ને અત્યાર સુધીમાં ૧૪ સાર્વજનિક તદ્દન મફત નેત્ર નિદાન કેમ્પમાં જરૂરિયાતમંદોને ૧૫૬૬ દર્દીઓના મોતિયાના ઓપરેશન

કરવામાં આવેલ છે અને ૧૪,૮૭૬ વ્યકિતઓને ચશ્માને વિના મૂલ્યું વિતરણ કરવામાં આવેલ છે.

– માં- શ્રી નિદાન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ પણ અવાર નવાર કરવામાં આવે છે

* દર વર્ષે ગુરૂ પૂર્ણિમાના પાવન પ્રસંગે ધો.૧૦, ધો.૧૨, ગ્રેજયુએશન, પોસ્ટ ગ્રેજયુએશન, UPsc માં ઉત્તિર્ણ થયેલાં તેજસ્વી

તારલાઓને શિલ્ડ, મેડલ તથા સન્માન પત્ર આપી અત્યાર સુધીમાં ૧૧૫૧ વિધાર્થીઓનું બહુમાન કરેલ છે.

જ તદુપરાંત જરૂરિયાતમંદ વિધાર્થીઓને આર્થિક સહાય પણ કરવામાં આવે છે અને નોટબુકોનું વિતરણ પણ કરવામાં આવે છે.

* બેટી બચાવો – બેટી પઢાવો અભિયાન હેઠળ કન્યા કેળવણીને પૂરતું પ્રોત્સાહન આપવામાં આવે છે.

• દર વર્ષે રક્ષાબંધનનાં પાવન પ્રસંગે બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવે છે.

= સાથોસાથ યુવાનોને ખોખલા કરી નાંખતાં વ્યસનમાંથી મુકિત મળે તે માટે અભિયાન ચલાવવામાં આવે છે.

જ સમાજનાં કુમળા બાળકોને સંસ્કાર સિંચન અભિયાન પણ કાર્યરત છે.

મંદિરે પ્રસંગોપાત હોમ – હવન, લોક ડાયરા, સંતવાણી, પ્રાચીન ગરબા જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિને

ઘડાકતી રાખવા અમે હંમેશા પ્રયત્નશીલ રહીએ છીએ.

* દરરોજ પંખીને ચણ, ગાયને ઘાસના પૂળા તથા કુતરાને રોટલા આપવામાં આવે છે.

જ દર પૂનમે હજારો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે પધારે છે ત્યારે ભજન – ભોજનનો અનેરો લ્હાવો લઈ ધન્યતા અનુભવે છે.એની અનુભૂતિ માટે – એની અભિવ્યક્તિ માટે જરૂરી છે…. એક વિસામો.

એ વિસામાની છાયામાં શ્રધ્ધાબળ ભકિતમાં ભળે છે,પછી એ વિસામાને સ્થાનક કહો – મઢ કહો કે મંદિર કહો !આ શાશ્વત વિચાર બીજમાંથી અંકુર ફટયાં માં મેલડીના નૂતન મંદિરનાં.

જેના વિચાર મા….ત્ર થી મનડામાં શુધ્ધતાની સુગંધ ભળે

જેના સ્મરણ મા…ત્ર થી આત્મકલ્યાણનો થાય.

જેના દર્શન મા….ત્ર થી ભાવિકોના ભવોભવનાં દુઃખડા ટળે.

જેની યાત્રા મા …ત્ર થી પાવન જીવનનાં સુંદર સપના ફળે

એવી અચિંત્ય • ચિંતામણી – કરૂણા સાગર – ભાગ્યવિધાતા

શ્રી મેલડી માતાજી

પ્રત્યે અનન્ય શ્રધ્ધા અને અમાપ ભક્તિ સહ

કૈયલ ગામની પાવન – પવિત્ર ભૂમિ ઉપર

વંદનીય શ્રી રમણ માડી ના મહામૂલા માર્ગદર્શનમાં

વર્ષોની ઝંખનાને સાકાર કરતું નૂતન મંદિરનું નિર્માણ કાર્ય

ભક્તો – શુભેચ્છકોના અપ્રતિમ સાથ – સહકાર – સહચોગથી પરિપૂર્ણ થયું છે.

અને સં.૨૦૦૫, મહાવદ – ૬, તા.૨૪-૨-૨૦૧૯, રવિવારનાં શુભ દિને

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું

ભવ્ય અને રૂડું આયોજન કરેલ છે .

જેમાં સમગ્ર ગુજરાતનાં પૂજનીય સંતો – મહંતો – મહાપુરૂષોની ઉપસ્થિતિમાં

તા.૨૨-૨૩-૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ દરમ્યાન

આ દિવ્ય ધરા પર મંગલ અવસરોની હારમાળા સર્જાઈ રહી છે

ત્યારે…

આપણા સૌના સહીયારા આનંદને વધાવવા

આ શુભ પ્રસંગનાં શુભત્વને – માંગલિક અવસરનાં માંગલ્યને વધારવા

આપ સૌની ઉપસ્થિતિની અમને અનહદ ઝંખના છે.

આજથી દસ વર્ષ પહેલાં…

કૈવલ ધામની પાવન ભૂમિ ઉપર ૐ ભગવતી શ્રી મેલડી માતાજીનું ભવ્ય

મંદિર બનાવવાનું જય માડી સેવા પરિવારે એક સ્વપ્ન જોયું. એ સ્વપ્નને

સાકાર કરવા સંત શ્રી રમણ માડી અને દરેક સેવકોએ અડગ મનથી સંકલ્પ કર્યો.

આવા દિવ્ય મંદિરનાં નિર્માણ માટે જે આર્થિક જરૂરિયાત ઉભી થાય, તેની કોઈ જોગવાઈ ના હોવા છતાં

માત્ર અને માત્ર માતાજી ઉપર અમાપ શ્રધ્ધા રાખી તા.૧૪-૧૦-૨૦૦૮ ના શુભ દિવસે ભૂમિ પૂજન કર્યું અને

તા.૪-૧૦-૨૦૦૯ ના શુભ દિવસે શિલાન્યાસ વિધી પણ કરવામાં આવી.

ત્યારબાદ દરેક તબક્કે જય માડી સેવા પરિવારનાં ભાવિક ભક્તોના અનન્ય સાથ – સહકાર – સહયોગથી મંદિરનું

નિર્માણ કાર્ય સતત અને અવિરત નિર્વિઘ્ન ચાલતું રહ્યું. અને હવે તે સ્વપ્ન પૂર્ણાંહુંતિનાં આરે આવી ગયું છે.

અઢળક ખર્ચ- પારાવાર પરિશ્રમ અને દસ વર્ષની જહેમત પછી માઈ ભક્તો માટે આરથાનો જે નવો મુકામ બન્યો છે, તે

ખરેખર અદ્ભુત અને અવર્ણનીય છે.

આ સમગ્ર મંદિરનું નિર્માણ સંપૂર્ણપણે મકરાણાના સફેદ આરસપહાણમાંથી કરવામાં આવેલ છે. તેમાં પણ માતાજીની

મૂર્તિ માટે ખાસ મકરાણાનાં સફેદ આરસપહાણમાંથી શિલ્પકારે જે સર્જન કર્યું છે તે બેજોડ છે – બેમિસાલ છે.

આ મંદિરનાં નિર્માણમાં સંતશ્રી રમણ માડીની અમાપ ભક્તિ – અગાધ શ્રધ્ધા – અવિરત પ્રયત્ન – અથાક પરિશ્રમ

અને તેમનાં અંતઃકરણપૂર્વકનાં ભાવ નાં ફળ સ્વરૂપ જે મંદિર અને માતાજીની પ્રતિમાનું નિર્માણ થયેલ છે,તેના

દર્શન કરતાં જ હૈયામાં હાશ અને માં પ્રત્યે વિશ્વાસ પ્રગટે છે. આવા મંદિરમાં દર્શન કરવા એ પણ જીવનનું

અહોભાગ્ય છે – સદ્ભાગ્ય છે.

આ મંદિરના દ્વાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જગત કલ્યાણ અર્થે – દર્શન માટે

તા.૨૪-૨-૨૦૧૯, રવિવારનાં શુભ દિવસે ખૂલ્લા મૂકવામાં આવશે અને

દરેક ભાવિક ભક્તોની આતુરતાનો અંત આવશે… પ્રતિક્ષા ઉપર

પૂર્ણવિરામ મૂકાશે. તેથી જ… આપ સર્વેને માઁ નાં દર્શન કરવા અમે

આત્મીય ભાવથી આમંત્રણ પાઠવીએ છીએ તથા આપ સર્વે પર માઁની કૃપા સદા વરસતી રહે તેવી પ્રાર્થના કરીએ છીએ. કેડીભટ્ટ.

આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
 • 53
 •  
 •  
 •  
 •  
 •  
  53
  Shares
 • 53
  Shares

Leave a Reply