? *પ્રાર્થનાની પરિભાષા ૐ !*- નિલેશ ધોળકીયા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

આજે સમગ્ર વિશ્વ Hug Dayના ઓછાયા હેઠળ, અમુક સમજ્યા વિનાના મેસેજ ફોરવર્ડ કરે ત્યારે આવું કંઇક લખવા પ્રેરણા જાગે :

એક આલિંગનની હૂંફથી શક્ય છે કે,

નિષિદ્ધ નથી તેવી સંજયદૃષ્ટી મારફતે આકુળ વ્યાકુળ હૈયાને ટાઢક વળે,

કણસતા કે હિજરાતા કુમળા બાળકને સારપ ને સલામતી અનુભવાય,

કોઈની ઉપલબ્ધિને વધાવવાનો પરમ મીઠો સંતોષ મળે,

પડકાર ઝીલીને આગળ વધવાની ચાનક ચડે,

ધૃણા કે તિરસ્કારને તિલાંજલિ મળે,

માફી માંગવા/આપવાની સમજ મળે,

મીઠો, બિનશરતી આવકારો મળે,

ગુમાવી ચૂકેલી ક્ષણો, સમૃદ્ધિ કે જણસની પુન: પ્રાપ્તિનો માર્ગ મળે,

મીરાંની ચરણ – પ્રિત સમાન સ્મિતાળ સ્નેહના આદાન પ્રદાનથી અમિભરી આશાની ધારા લાગલગાટ વહે,

છે તે આનંદનો પ્રકાશમય તેજસનો સુખ સાથે આલાપ સર્જાય,

ખુશીભરી અનેરી મમતા મળે તો કોમલ દીલડાનો આકાર વિસ્તરતો જાય,

શીતલ લ્હેર સમાન ભાવનાની જ્યોતિ સ-ચેતન વૃદ્ધિ પામે,

કુદરતે બક્ષેલા બાહુપાશમાં જકડી લઈ સ્વજન કે ખાસમખાસ્ પ્રજાજનોને સતત ઝળહળતી દીપ્તિની મનીષા ફળે !

ઇન્દ્રોના દેવ દેવેન્દ્રના મન મયૂરમાં નેહા વરસાવે મેઘ.

આજના દિ’ પૂરતી જ આ વિચારધારા સીમિત ન રહે તે પ્રાથમિક શરત ગણી મળે તે ગમતાને ભેટી પડવાનો લ્હાવો માણવો. ગળે મળવાનું ગુમાવનાર અકલ્પ્ય, અમૂલ્ય, શુભ સમય ગુમાવી પછી પેટભરીને પસ્તાઈ શકે છે !

આને માત્ર અવની પરની પાવન બ્રિંદા રૂપી કવિતા ન સમજી હેતાળ પ્રગતિની અલબેલી બેલા માનવી.

મર્માળી મોસમના મધુરા મનોરથ.- નિલેશ ધોળકિયા .

કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply