નિકોલ ખાતે હરદાસબાપુની પુણ્યતિથિની થયેલી ઉજવણી.

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

હરદાસબાપુની પુણ્યતિથિની થયેલી ઉજવણી

હરદાસબાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ તથા

યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, બાપુનગર દ્વારા પ્રાઈમ સેવા ગ્રુપ, શ્રી કૃષ્ણ સેવા રથ, શ્રી બાલાજી ચેરીટેબલ ટ્રસ્ટ, ઉમંગ સેવા ટ્રસ્ટ,

ગંગા મૈયા ગૌ શાળા તથા ભારત વિકાસ પરિષદ ના સહયોગથી લોકસેવાના આજીવન ભેખધારી અને પૂર્વ કાઉન્સિલર પૂજ્ય હરદાસબાપુની પુણ્યતિથિ નિમિતે હરેશભાઇ પડસાલા, કોમન પ્લોટ, શાકુન્તલ બંગલૉઝ, રાજહંસ સિનેમા સામે, શુકન ચોકડી નજીક, નિકોલ નરોડા રોડ, નિકોલ, અમદાવાદ ખાતે 10 ફેબ્રુઆરી રવિવારના રોજ સવારે 9 થી 12 કલાકે યોજેલ વિવિધ સેવાકીય કાર્યક્રમમાં સમાજખુબજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આજના નિઃશુલ્ક ચશ્મા શિબિરમાં 345 લોકોને આંખોની તપાસ કરીને ચશ્માં ફ્રિ આપવામાં આવ્યા, રક્તદાન શિબિરમાં 52 રક્તદાતાઓએ રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દરેક રક્તદાતાને પ્રાઈમ મોબાઈલ, સ્ટોન ઓન્લી મેન અને આરપીટીજી ગ્રુપ તરફથી ગિફ્ટ આપવામાં આવી હતી. ફ્રી ડેન્ટલ ચેકઅપમાં 95 લોકોની દાંતની તપાસ ફ્રી કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમ્યાન યુથ હોસ્ટેલ્સ અમદાવાદ બાપુનગર અને પ્રાઈમ સેવા ગ્રુપ વતી આપણા વિસ્તારના શેરદિલ યુથ હોસ્ટેલર જીતેન્દ્ર પટેલની વિશિષ્ટ સિદ્ધિ 57 વખત રક્તદાન કરવા બદલ સૌરાષ્ટ્ર પટેલ સમાજ નિકોલ નરોડાના આદ્યસ્થાપક શ્રી મગનભાઇ રામાણી અને પૂજ્ય હરદાસબાપુના પૌત્ર શ્રી હરેશભાઇ પડસાલાના વરદ હસ્તે મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

બીજા એક શેરદિલ રેડક્રોસના ડાયરેક્ટર સૂર્યકાન્ત નાયકની વિશિષ્ટ સિદ્ધિ 108 વખત રક્તદાન કરવા બદલ શ્રી હરદાસબાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી બાબુભાઇ વોરા તથા પૂજ્ય હરદાસબાપુના સાથી શ્રી કુરજીભાઈ વાડદોરીયાના વરદ હસ્તે મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ તેમજ સ્થાનિક આગેવાનો ભાનુભાઈ કોઠિયા, કોર્પોરેટર ગૌતમભાઈ કાથીરિયા, જે ડી પટેલ, બળદેવભાઈ પટેલ, માજી પ્રમુખ પરષોત્તમદાસ કકાણી, માજી ધારાસભ્ય કનુભાઈ કોઠિયા, ફલજીભાઈ પટેલ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં યશભાગી તમામ લોકોનો પ્રાઈમ સેવા ગ્રુપ ના નટુભાઈ નાકરાણી, જીગર પટેલ અને મુકેશ પડસાલા અંતઃપુર્વક આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર :

મુકેશ બાઇસિકલ.

TejGujarati
 • 60
 •  
 •  
 •  
 •  
 •  
  60
  Shares
 • 60
  Shares

Leave a Reply