અવર્ણનીય વ્યથા – અપૂર્વા જયસ્વાલ.

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

એ અંદાજો લગાવવો ખરેખર મુશ્કેલ છે, કે હકીકત માં આપણી વચ્ચે પ્રેમ છે કે દોસ્તી છે અને કદાચ એટલે જ એ પ્રેમ પણ ફીક્કો પડી જાય છે આપણી દોસ્તી સામે, અને એ દોસ્તી પણ શરમાઈ જાય છે આપણા પ્રેમ સામે. હા એટલું ચોક્કસ થી કહીશ હું કે આપણો સંબંધ એ પ્રેમ થી ઓછો તો નથી પણ એ સંબંધ નું નામ પ્રેમ પણ નથી. વર્ષો ના વર્ષો નિકળી જાય છે એ વ્યકિત વગર જેની સાથે એક દિવસ પણ નથી જતો યાર તારા વગર વાત એવી થયેલી હોય છે. એક વર્ષમાં દિવસો તો ઘણાં એવા આવે છે તહેવાર ના અને એ તહેવાર માં જ કયાંક ને કયાંક વહેવાર પણ છુપાયેલો હોય છે. જે ઘણી મુશ્કેલી ના લીધે આપણી વચ્ચે આજે પણ સ્તબ્ધ છે, તમને કહેવા વિચારેલી ઘણી બધી વાતો તમારી સાથે સમય વિતાવવા વિચારેલી ઘણી બધી મુલાકાતો માં કયાંક ને કયાંક કોઈક ને કોઈક તમારું નાનું બોલાયેલું અસત્ય અને તમારા મોટા મોટા બહાનાઓના લીધે આજે પણ અધૂરા છે, જેમા મને ફરી કયારે મળીશું નો પ્રશ્ર હંમેશા સતાવતો હોય છે. મુલાકાતો તો ઘણી થયેલી છે આપણી વચ્ચે પણ જયારે કોઈ ખાસ દિવસ ની વાત કરવામાં આવે જે દિવસ તમારા મોટે તો ખાસ હોય જ પણ મારા માટે તો તમારા થી વધારે ખાસ હોય એવો એક માત્ર દિવસ હોય તો એ તમારો જન્મ દિવસ, કયારેક એવો પણ વિચાર આવી જાય છે મન માં કે શું હું તમારા માટે જે લાગણી અનુભવું છું તમારા માટે મારા હદયમાં જે પ્રેમ છે એ શું ખરેખર માં તમારા હદયમાં છે અથવા તો શું તમે અનુભવી શકો છો મારા પ્રેમ ને, કદાચ અનુભવી શકતા હોવ તમે પણ મારી લાગણીઓને તો એ ગાઢ દોસ્તી વચ્ચે છુપાયેલા મારા પ્રેમ ને સમજવો તમારા માટે બિલકુલ શકય છે અને કદાચ એટલે જ આપણી વચ્ચે ના આ સુંદર અવર્ણીય સંબંધ નું નામ જ દોસ્તી માંથી ફુટેલો પ્રેમ છે જેની રચના ખરેખર અપૂર્વ છે.

-અપૂર્વા જયસ્વાલ.

TejGujarati
 • 73
 •  
 •  
 •  
 •  
 •  
  73
  Shares
 • 73
  Shares

Leave a Reply