દિલની વાત દિલને કરવા દો,વચ્ચે રોડું ના બનો, દિવાલમાં ચણાતી અનારકલી,શોધવા નીકળ્યો છું – “હેલીક” ભરત કાપડિયા.

કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

શોધવા નીકળ્યો છું…

જીવવાની વાત ના કરો,તમે મારી પાસે,

હું તો મોતનો મકામ,શોધવા નીકળ્યો છું,

પ્રેમ તો હું જન્મતાં જ કરતો આવ્યો છું,

ક્યાંક મળે એનો,અંત શોધવા નીકળ્યો છું,

ઇચ્છાઓની વાર્તા કદી પુરી નૈ થાય દોસ્તો,

એમાંથી રિટાયર્ડ કરતી,નોકરી શોધવા નીકળ્યો છું

દિલની વાત દિલને કરવા દો,વચ્ચે રોડું ના બનો,

દિવાલમાં ચણાતી અનારકલી,શોધવા નીકળ્યો છું,

લાગે,વારેઘડી પડખા ફરે છે આ નશીબ મારુ,

ક્ષણભર ટકી રહે,એ તકદીર શોધવા નિકળ્યો છું,

એક ઉંમરમાં પ્રેમ બધાને અવશ્ય થઇ જાય છે,

કોઈક કરે દવા,એ હકીમ શોધવા નીકળ્યો છું…

હેલીક…ભરત કાપડિયા.

TejGujarati
 • 20
 •  
 •  
 •  
 •  
 •  
  20
  Shares
 • 20
  Shares

Leave a Reply