શું તમે જાણો છો 5G ની સ્પીડ કેટલી હશે? તમારી કલ્પના કરતાં પણ વધારે છે, જાણવા માટે વાંચો – કેડીભટ્ટ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

મિત્રો માર્કેટ માં લગાતાર ઈન્ટરનેટ ની સ્પીડ વધારવા માટે ની લોકો ની માંગ વધી રહી છે. પહેલા આવ્યું 2G, 3G અને હાલ માં મોટા ભાગના લોકો 4G ની ઈન્ટરનેટ સ્પીડ જ વાપરે છે. હવે લોકો 5G ની માંગ કરતા જોવા મળે છે. 1G લગભગ 1980 ની આજુબાજુ શરૂ કરવામાં આવ્યું હતું. આ હતી સૌથી પહેલી વાયરલેસ ટેકનોલોજી. તેની સ્પીડ 2.4kbps હતી. જો તમને આ જમાના માં આ સ્પીડ નું ઈન્ટરનેટ આપવામાં આવે તો તમે કદાચ ઈન્ટરનેટ વાપરવાનું છોડી દેશો.

1991 માં 2G શરૂ કરવામાં આવ્યું. અહીં ડિજિટલ સિગ્નલ વાપરવામાં આવ્યુ. તેની સ્પીડ 64 kbps હતી. પછી લોકો ની ડિમાન્ડ વધતી ગઈ. લોકો ને તેમાંથી ડાઉનલોડ કરવું સહેલું લાગતું અને ફાવતું. તેથી પછી 3G ની ડિમાન્ડ વધી. 3G આવ્યા પછી લોકો નું ઈન્ટરનેટ વાપરવું વધવા લાગ્યું. લોકો સ્માર્ટફોન ખરીદવા લાગ્યા. વીડિયો કોલ, ફાઇલ ડાઉનલોડ વગેરે 3G દ્વારા કરવા લાગ્યા.

એ પછી લોકો 4G માટે ખૂબ જ ઉતાવળા થયા. લોકોને HD કોલિંગ અને વીડિયો કોલિંગ કરવું હતું. 4G માં ડેટા સ્પીડ ખૂબ જ સારી છે તેથી લોકો નું તેને વાપરવું વધતું ગયું. 2015 થી 2016 માં લોકો 4G સ્માર્ટફોન વાપરવા લાગ્યા કેમકે ત્યારે આવ્યું જીઓ જે વ્યાજબી ભાવે ઈન્ટરનેટ ની 4G સ્પીડ આપતું હતું. શરૂઆત માં તો સાવ જ મફત હતું. તેથી લોકો માં તેને વાપરવા નો ઉત્સાહ ખૂબ જ વધ્યો.

ટેકનોલોજી કદી રોકાતી નથી. લોકો હવે 5G ની રાહ જોવા લાગ્યા. 5G પણ માર્કેટ માં જલ્દીથી આવશે. કહેવામાં આવે છે કે 2020 માં 5G આવશે. 5G ની સ્પીડ 100 ગણી વધારે હશે. કોઈ પણ મોટી ફાઇલ તમે 34 સેકન્ડ માં જ ડાઉનલોડ કરી શકશો.

TejGujarati
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares
 • 2
  Shares

Leave a Reply