રાજકોટમાં અંદરખાને બધું મિક્સ જ – હિતેશ રાયચુરા.

ગુજરાત ભારત રાજનીતિ સમાચાર

આ ફોટો છે રાજકોટ હેમુ ગઢવી હૉલ ની પાછળ નો એસ્ટ્રોનના નાળા પાસે આવેલ રામકૃષ્ણ નગર વેસ્ટ વાળા રોડ નો છે…

રેસિડેંશિયલ વિસ્તાર માં થી પસાર થાતો નાનો એવો રોડ જ્યાં થી મોટા ભાગે સ્કૂલ ના છોકરાવ સહિત ઘણા વાહનો પસાર થાય છે…

એક જ લાઇન માં લગભગ 50 જેટલી રેકડી ખાણી પીણી વાળા એ ખડકી દીધી છે અને રોડ ને 80% બ્લોક કરી દીધો છે ઉપરાંત સાંજે જાઓ તો બધા રેકડી વાળા ના એઠવાડ સહિત કચરા નો મોટો ખડકલો હોય અને અતિ દુર્ગંધ મારતો હોય તેમ છતાં સતાધીશો ના પાપે લોકો સહન કરે છે !!!

ત્યાં રહેલા ઘણા લોકો એ ફરિયાદ કરી પણ નો રિજલ્ટ !!!

ફોટા માં દેખાય છે એમ દરરોજ કોઈ ને કોઈ પોલીસ વાન પણ આવી ને હપ્તારૂપી નાસ્તો બંધાવી જાય છે !!!

આ બધુ RMC ની મહેરબાની વિના શકય છે ખરું ? કેમ કે આવડા નાના રોડ પર કાયદેસર તો રેકડી ઑ રાખવાની મંજૂરી મળે જ નહીં એ તો સમજી શકાય એવી વાત છે તો પછી હપ્તા સિવાય RMC વાળા આટલી બધી રેકડી ઑ ઊભી રહેવા પણ ના દયે એ પણ નગ્ન સત્ય છે હે ને ? પાછી મુખ્ય વાત તો એ છે કે દાબેલી ની રેકડી વાળો જ બાજુ માં પોતાની ઈંડા કરી ની રેકડી રાખી ને ઊભો હોય અને ક્યારેક તો એકલા હાથે બંને ગલ્લા સાંભળતો હોય… એક ભાઈ આવી ને પોતે ચુસ્ત જૈન ધર્મ પાળતો હોય એમ ગર્વ થી કહે કે જૈન દાબેલી બનાવ જલ્દી અને ઓળો ભાઈ બાજુ માં ઈંડા કરી બનાવતા હાથે જ જલ્દી આવી ને દાબેલી નો મસાલો ભૂસવા લાગે અને પેલો ભાઈ અંધ ની જેમ આરોગે પણ ખરો !!!

જો કે મોટા ભાગે જૈન વાનગી બનાવતા ખાણી પીણી વાળા અંદરખાને બધુ જ મિક્સ મસાલો બનાવતા હોય છે !!!

એ બધુ તો ઠીક પણ અહી સવાલ RMC શું કરે છે એ છે ?

આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply