રૂપિયા ના ઢગલા પર ઊંઘ ની હડતાળ છે… માટી ના ઓટલા પર નીંદર મહેરબાન છે…!!!હિતેશ રાયચુરા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

મિત્રો જ્યારે તમને કોઈ પાર્ટી કરવાનું મન થાય, કે ફિલ્મ જોવાનું મન થાય કે કોઈ સંસ્થા કે મંદિર માં સ્વઈચ્છાથી કે સામાજિક હોદ્દા ની રુ એ પરાણે આપવું પડતું હોય,એવું દાન કરવાની ઈચ્છા થાય ત્યારે એ જરૂર કરજો.પણ આવા કામ માં વાપરવા નક્કી કરેલી રકમ ના માત્ર 10% ઓછા વાપરજો અને એ માત્ર 10% રકમ તમારા હાથોહાથ કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિ કે પશુ પક્ષીના હિત માં વાપરજો એટ્લે તમને પેલી 90% રકમ નું પણ સાથે પુણ્ય મળશે !!!

મે ગામડામાં કુતરી વિહાય તો એને લોકો લાપસી ખવડાવતા હોય એવું જોયું છે. અને શહેર માં કોઈ ગરીબ સ્ત્રી ને રોડ પર તાજું જન્મેલું બાળક લઈને ભીખ માગતા અને લોકો એને તિરસ્કારતા હોય એવું પણ જોયુ છે…

આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી…

જ્યારે મૂડ સારો ન હોય ત્યારે ઘરમાં ની બધી વસ્તુઓ ને શાંતિ થી નીરખવી અને પછી વિચારવું કે આ વસ્તુ જો મારી પાસે ન હોય તો કેટલી તકલીફ પડે ???

કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાનાં બાળકો ના શરીર પર છાપાં પાથરી એના પર ઘાસ ‘ઓઢાડી’ને સૂવડાવી રહી હતી. ત્યારે એના ટેણિયા દીકરા એ ભાઈ ને પૂછ્યું, ‘હેં ભાઈ ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ હાલત થતી હશે ?’

આપણી પાસે બધુ જ હોવા છતા જો ભુખ ન લાગતી હોય તો જેને બહુ જ ભુખ લાગતી હોય અને કંઇ ખાવાનું ન હોય, એમને આપણા ભાગમાંથી થોડુ આપવું…

એટલે સામેવાળા ના ભાગ ની થોડી ભુખ આપણ ને મળી જશે…

રૂપિયા ના ઢગલા પર ઊંઘ ની હડતાળ છે…

માટી ના ઓટલા પર નીંદર મહેરબાન છે…!!!

આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •