અરે,આ શું ?એક નનામી લેવા મોકલ્યાં,અને આ છોકરાઓ અડધો ડઝન નનામી લાવ્યાં ?? પછી શું કર્યું ?? – સ્ટોરી : કેડીભટ્ટ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

દાદા રાત્રે નવ વાગે દેવ થઈ ગયા. આ સમાચાર ફેલાવતા આજના ડિજિટલ યુગમાં પાંચ મિનિટ લાગી. અને સવારે 7:00 વાગ્યે અંતિમયાત્રાની તૈયારી કરવામાં આવી.

પણ જે છોકરાઓ અમદાવાદ નનામીની સામગ્રી લેવા ગયાં હતાં, તેઓ 11 વાગ્યા સુધી આવ્યાં નહતાં. આમ જોવા જઈએ તો અમદાવાદથી કોબા ગામ ખૂબ નજીક હોવા છતાં નનામીની સામગ્રી લાવવામાં આટલો બધો સમય લાગ્યો. પણ ગામમાં તો બધાને કાયમનું થયું. તેમને તો ખબર છે જ,કે આટલો સમય લાગે જ છે. લગભગ 9 ડીગ્રી ઠંડીના કારણે આવેલા સ્વજનો અને ગામવાસીઓ ખૂબ વ્યાકુળ હતા.આખરે નનામીની સામગ્રી આવી ત્યારે સવારે 11 વાગ્યા હતાં. હવે અંતિમ યાત્રાની શરૂઆત કરવામાં આવી. અને બીજી તૈયારી કરતા લગભગ અડધો કલાક થઈ ગયો. આમ 11:45 વાગ્યે સ્મશાન યાત્રા નીકળી. જે બે કિલોમીટર દૂર આવેલા સ્મશાન સુધી પહોંચી. અને આમ અંતિમવિધિ પૂરી કરી ડાઘુઓ 3 વાગ્યે પાછા પરત ફર્યા.

આમ 18 કલાક સુધી સમગ્ર ગામનાં લોકો અને સગા-સ્નેહીઓ આવી કડકડતી ઠંડીમાં ઉભા રહ્યા હતા.અને ત્યારે જ ગામના હિતેન પટેલ,રોહિત પટેલ અને અન્ય યુવાનોને વિચાર આવ્યો,કે કાયમ આટલી બઘી હેરાનગતિ ફક્ત નનામીના સામગ્રી માટે જ થાય છે ને. તો આનો કોઈ ઉકેલ લાવીએ.બસ.

આજ વિચાર, અને ગામનાં યુવાનોએ એકત્રિત થઈ અને એક વિચાર કર્યો, કે આપણે એક સાથે એકસામટી વસ્તુઓ લાવી એક જગ્યાએ મૂકીએ, જેથી ગામમાં ગમે ત્યારે આવા દુઃખદ પ્રસંગે કોઈને શહેર સુધી લાંબા થવું ના પડે. આજ વિચારે આ યુવાનો અડધો ડઝન નનામીની સામગ્રી લઈ આવ્યા.

આ સામગ્રીનો ખર્ચો ૧૧૦ રૂપિયા થયા. હવે આ છોકરાઓએ વિચાર્યું કે જો કોઈ સામાન લેવા બહાર જાય છે તો 1000 રૂપિયા થાય છે, પરંતુ આપણા ગામમાં જ તેમને બધી વસ્તુઓ એકસાથે મળી જાય તેવી વ્યવસ્થા આપણે કરી દીધી, પણ હવે આ પ્રક્રિયાને આગળ વધારવા શું કરવું,

ત્યારે વિચાર્યું કે, 110 રૂપિયાના 200 રૂપિયા આપવાના. અને જે 90 રૂપિયા વધુ આવે તેમાંથી શુ કરવું.. અને તેમણે નક્કી કર્યું, કે ગામ માં કોઈ ગરીબ કુટુંબમાં આવી દુઃખદ ઘટના બને, તો તેમનાં માટે અમે 110 રૂપિયામાં જ સામગ્રી આપીશું.આમ, દુઃખદ પ્રસંગે પણ ગરીબ કુટુંબને વધુ ખર્ચો ન થાય.

કહેવાય છે, કે ઘરડાં ગાડા વાળે, પણ કોબા ગામ માં તો યુવાનોએ એક એવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, કે ઘરડાઓ પણ બે ઘડી વિચારતાં રહી ગયા.

બસ. આ જ વિચારમાં કોબાગામ ના યુવકોએ એક આવકારદાયક અદભુત કાર્ય કર્યું, કે જેને જોઈને આખી દુનિયા મોં માં આંગળા નાખી ગયા…સલામ છે, કોબા ગામ નાં આ યુવકોને.આ યુવકો હતાં…

પટેલ હિતેન દશરથભાઈ (બજરંગ ગ્રુપ આયોજક-કોબા નો ધમાલિયો )

પટેલ રોહિત ભાઇલાલભાઈ (બજરંગ ગ્રુપ આયોજક )

પટેલ ભોગીલાલ સોમાભાઈ

પટેલ મનોજ ગોવિંદભાઈ

પટેલ લલિતભાઈ બળદેવભાઈ

યોગેશભાઈ નાઈ સરપંચ

પટેલ અપૂર્વ જયેશભાઇ

પટેલ દર્શન રાજુભાઈ

પટેલ આકાશ કનુભાઈ

પટેલ અનુપ વિષ્ણુભાઈ

પટેલ ભાવિન વિષ્ણુભાઈ

પટેલ મનીષ રાજુભાઈ

પટેલ રાજુભાઈ રામાંભાઈ

પટેલ નિલેશ અમરતભાઈ

પટેલ ધ્રુવ રાજુભાઈ

પટેલ રાજુભાઈ મણીભાઈ

પટેલ નિખિલ વી

પટેલ શૈલેષભાઈ બી

પટેલ હાર્દિક એસ

પટેલ મયંક એસ

પ્રજાપતિ નૈનેશ

પ્રજાપતિ ચિરાગ

પટેલ ધવલ જયંતીભાઈ

પટેલ રાજ મુકેશભાઈ

પટેલ રાજ પરેશભાઈ

પટેલ વિજય એલ

પટેલ વિજય ડી

પટેલ હિતેશ પ્રવીણભાઈ

પટેલ જીગ્નેશ કનુભાઈ

પટેલ મૌલિક વી

પટેલ કલ્પેશ એ

પટેલ પ્રતીક

પટેલ વિશાલ બી

પટેલ અમિતભાઈ

પટેલ ગૌતમભાઈ

પટેલ કલ્પેશ એન

પટેલ રિતેશ પી

પટેલ ભાવિન પી

સ્ટોરી : કેડીભટ્ટ. એક્સક્લુઝીવ.

આપને આ લેખ કેવો લાગ્યો.તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
 • 186
 •  
 •  
 •  
 •  
 •  
  186
  Shares
 • 186
  Shares