ઈંપેક્ટ ઓફ તેજ ગુજરાતી ન્યૂઝ.*અમદાવાદ પોલીસ ટ્રાફિક વિભાગનું તેજ ગુજરાતીમાં છપાયેલ ટોઇંગનાં લેખનો સી.પી.દ્વારા લેવાયેલ જરૂરી પગલાં.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

તેજ ગુજરાતી ન્યુઝ દ્વારા થોડા સમય પહેલાં એક લેખ કે.ડી ભટ્ટ ધ્વારા તેજ ગુજરાતી ની ન્યૂઝ વેબસાઈટ પર મૂકવામાં આવ્યો હતો. જે ટોઈંગ દ્વારા નાગરિકોનાં વાહનોને બેદરકારી પૂર્વક ઘસેડી ને ટોઈંગ કરવા, તેમજ ટોઈંગમાં વાહન ચઢાવ્યા પછી પણ બેકાળજી ધરાવતા વલણ અને તેનાથી થતી નાગરિકોની પરેશાની પર લખવા મા આવેલ હતો.

” ડીટેઇન / ટોઈંગ ” હાલ માં ગુજરાત ના ટ્રાફિક પોલીસ અધિકારીઓ આ 2 શસ્ત્ર હાથવાગા રાખી ને જ ફરે છે !!! – હિતેશ રાયચુરા. https://wp.me/pala3k-4ze

તેજ ગુજરાતી ના આ લેખ ને ધ્યાનમાં લઈ ને અમદાવાદ ડેવલપમેન્ટ એન્ડ સીટીઝન વેલ્ફેર ગ્રુપ ના શ્રી વિસ્મય જગડ,જે તેજ ગુજરાતી સાથે પણ સંકળાયેલા છે. તેમના દ્વારા અમદાવાદ પોલીસ કમિશ્નર (શ્રી એ. કે. સિંહ) તેમજ નાયબ પોલીસ કમિશ્નર (ટ્રાફિક) – પુર્વ અને પશ્ર્ચિમ ઝોન (શ્રી સંજય ખરાર અને શ્રી અક્ષયરાજ) નુ ઇ-મેઇલ મારફતે આ વિષય પર ધ્યાન દોરવામાં આવ્યુ હતું. અને નાગરીકોને પરેશાની ન થાય, તેવા પગલાં લેવાની ભલામણ કરવામાં આવી હતી.

પોલીસ કમિશ્નર તેમજ નાયબ પોલીસ કમિશ્નર (ટ્રાફિક) – પુર્વ અને પશ્ર્ચિમ ઝોન તેમજ ટ્રાફિક વિભાગ ના અન્ય ઊપરી અધિકારી ના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક વિભાગ દ્વારા આ વિષય ને ધ્યાનમાં લઈને જરૂરી પગલાં લેવામાં આવેલ છે. તદ્ઉપરાંત તે વિષે ની જાણ પણ અમોને ઇ-મેઇલ મારફતે કરવામાં આવેલ છે. અમદાવાદ પોલીસ તેમજ ટ્રાફિક વિભાગ નું નાગરિકો તેમજ નાગરિકો ની ફરીયાદો પ્રત્યેનું વલણ અત્યંત વખાણવા યોગ્ય છે. તેમજ પોલીસ અને ટ્રાફિક વિભાગ ની ખુબજ સારી છબી છત્તી કરે તેવું છે. અને સાથે તેમણે જવાબ ઇમેઇલ કરેલ, તે વાચકો માટે અહીં રજૂ કરેલ છે.

મદાવાદ શહેરીજનો વતી તેજ ગુજરાતી ન્યૂઝ અને અમદાવાદ ડેવલપમેન્ટ એન્ડ સીટીઝન વેલ્ફેર ગ્રુપ પોલીસ વિભાગ ના સકારાત્મક વલણ માટે હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે. તેમજ અમદાવાદ ને વિકાસ ની દીશા મા લઈ જવામાં પૂરતો સહયોગ આપવા માટે ની ખાતરી આપે છે. વિસ્મય જગડ.

આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.
TejGujarati
 • 7
 •  
 •  
 •  
 •  
 •  
  7
  Shares
 • 7
  Shares