કાઢયે રહે ફક્ત રિકતત્તા,રાખયે ચીરે આત્મા, તારાં જેવી જ બેધારી સાંજ ની આ ફાંસ છે. – મિત્તલ ખેતાણી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

ખબર નહીં કેમ એ મારાં થી નારાજ છે.

ગમગીન, એકલ,લાંબી આ સાંજ છે.

સવાર તો ખૂબ મોજ ની ને સરસ પણ,

સપનાઓ માટે વાંઝ રૂદાલી આ સાંજ છે.

બપોર પત્યે કરાવી દયે સ્વિંગ એ મૂડ ને,

ક્રૂર સાંજ ને ક્યાં કોઈ ની ય લાજ છે.

ઘેરાઉં સ્મૃતિઓથી,તોય ચીસ કેમ પાડું;

મૂઢમાર સમું પ્રહારતી નિર્મમ આ સાંજ છે.

થોડી ખંજવાળું તો ફેલાતી ભસ્માસુર સમ,

ના કહેવાય,ના સહેવાય એવી આ ખાજ છે.

કાઢયે રહે ફક્ત રિકતત્તા,રાખયે ચીરે આત્મા,

તારાં જેવી જ બેધારી સાંજ ની આ ફાંસ છે.

-મિત્તલ ખેતાણીનાં કાવ્ય સંગ્રહ ‘વાઈન થી ડીવાઈન સુધી’ માં થી

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •