બાળવાર્તા – અકબર અને બીરબલ. ઈશ્વરના રૂપ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત મનોરંજન રમત જગત સમાચાર

ઈશ્વરના રૂપ

બાદશાહે એક વખત બીરબલને સવાલ કર્યો કે જો ઈશ્વર એક જ છે, તેના સિવાય કોઈ બીજાનું અસ્તિત્વ નથી તો પછી આટલા બધા દેવી-દેવતાઓનો શું અર્થ છે?

બીરબલે દિવાને ખાસના પહેરા પર ઉભેલ એક સંતરીને બોલાવીને તેની પાઘડી તરફ ઈશારો કરતાં બાદશાહને પુછ્યું કે તે શું છે? અકબરે હસતાં જવાબ આપ્યો, પાઘડી!

બીરબલે સંતરીને પાઘડી ખોલવા માટે કહ્યું… તેણે અચકાતા પોતાની પાઘડી ખોલી દિધી. બીરબલે તેણે કમરમાં બાંધવા માટે કહ્યું, સંતરીએ એવું કર્યું. પછી બીરબલે ફરીથી બાદશાહને પુછ્યું કે તે શું છે? અકબરે કહ્યું, કમરબંધ!

પછી બીરબલે પોતાની પાઘડીને પોતાના ખભા પર મુકવા કહ્યું અને અકબરને પુછ્યું કે આ શું છે? અકબરે કહ્યું, ખેસ.

બીરબલે તે વસ્ત્રને પોતાના હાથમાં લઈને પુછ્યું- પણ હકીકતમાં આ છે શું? અકબરે પણ પુછ્યું- શું છે? બીરબલે કહ્યું, કપડુ.

ત્યારે બીરબલે કહ્યું- આ રીતે ભગવાન પણ એક જ છે, પરંતુ પોતાના ભક્તોને પોતાની ભાવનાને અનુસાર અલગ અલગ રૂપે દેખાઈ દે છે.

આ ઉદાહરણને લીધે અકબરની નજરમાં બીરબલનું માન વધારે વધી ગયું.

આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની અંર , ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •