ભારતીય વિદ્યા ભવન અને ઇન્ફોસીસ ફાઉન્ડેશન “આઉટરીચ કલ્ચરલ પ્રોગ્રામ”અંતર્ગત તારીખ ૧૯ જાન્યુઆરી ૨૦૧૯, શનિવાર ના રોજ સાંજે ૭.૩૦ કલાકે યોજેલ છે. “સુફિયાના સફર

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ભારતીય વિદ્યા ભવન, અમદાવાદ નું સાંસ્કૃતિક એકમ ‘ભવન્સ કલ્ચરલ અકાદમી એન્ડ સેંટર ફોર આર્ટસ’ વિશ્વવિખ્યાત ઇન્ફોસીસ ફાઉન્ડેશન બેંગ્લોરનાં સહયોગથી નિયમિત રૂપે અનેક સાંસ્કૃતિક પ્રવૃતિઓનું જાહેર આયોજન કલા અને સંસ્કૃતિ નું સંવર્ધન કરવાના એકમાત્ર હેતુ થી કરે છે. ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલ તમામ કલા-પ્રકલ્પો ને યોગ્ય મંચ પૂરો પાડવો, અનુભવી અને ગૌરવ સમાન કલાકારો ને યથોચિત સ્મૃતિ અર્પણ કરવી તેમજ નવા અને ઊગતા કલાકારો ને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું એ આ સંસ્થા નો મૂળભૂત ધ્યેય છે.ભારતીય વિદ્યા ભવન અને ઇન્ફોસીસ ફાઉન્ડેશન “આઉટરીચ કલ્ચરલ પ્રોગ્રામ” અંતર્ગત તારીખ ૧૯ જાન્યુઆરી ૨૦૧૯, શનિવાર ના રોજ સાંજે ૭.૩૦ કલાકે યોજેલ છે. “સુફિયાના સફર શિર્ષકથી યોજાઈ રહેલ આ કાર્યક્રમમાં વિવિધ હિન્દી સુફી સંગીતની રજૂઆત થશે. પોતાની ચાર ચાર પેઢીથી સંગીત સાથે જોદયેઅલ અમદાવાદનાં પારંપરિક સુફી કલાકારો સુફી સંગીત સાથે હિન્દી લોક સંગીત, હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતથી મિશ્રિત કાર્યક્રમ રજુ કરશે જેમાં ઉસ્તાદ શાહબાઝખાન તબલા પર, અયાઝ કલાવંત સિતાર વાદન અને ગાયનની , રજત પોસલા ગાયનની , રાકેશ વાની તબલા પર, રોહિત સોમકુંવર કીબોર્ડ પર અને નવદીપ સુતરીયા ઓકટોપેડ પર સંગીત ની પ્રસ્તુતી કરશે.મૂળ લોકસંસ્કૃતિ ને આજના યુવાનો સુધી પહોંચાડવા ફિલ્મ સંગીત, ગુજરાતી સુગમ સંગીત સાથે યોગ્ય મિશ્રણ સાથે રજૂ કરવામાં આવે છે. ભારતીય વિદ્યા ભવન અને ઇન્ફોસિસ ફાઉન્ડેશન દ્વારા ભવન્સ જે. એ. ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું છે.Please send your news 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply