વારેઘડીએ આંખમાં પાણી જેવું ફૂટ્યાં કરે આંખમાં કશુંક ધાણી જેવું – જયેશ મકવાણા ‘ પ્રસુન ‘ ફોટો : ક્ષિતિજ આર્ય

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

વારેઘડીએ આંખમાં પાણી જેવું
ફૂટ્યાં કરે આંખમાં કશુંક ધાણી જેવું
જગતના સિતમો સામે ચૂપ છું
વરસોથી નથી મારે વાણી જેવું
ઓ મન ક્યાં જાય મને મૂકીને ?
વસે ચોતરફ જંગલી પ્રાણી જેવું
તમે આ બધું લઈ ગયા જીદ પર
અમારે ક્યાં હતું માંગણી જેવું ?
જાતિ થી ઓળખાય અહીં પ્રેમ
નીત સપનાનું પીલાવું ઘાણી જેવું
‘પ્રસુન ‘ રહેવા દે આજીજી તારી
અહિયાં નથી કોઈને લાગણી જેવું.

— જયેશ મકવાણા ‘ પ્રસુન ‘
ફોટો : ક્ષિતિજ આર્ય

TejGujarati
 • 70
 •  
 •  
 •  
 •  
 •  
  70
  Shares
 • 70
  Shares

Leave a Reply