ફિલ્મ અભિનેતા ઓમ પુરી (1950-2017) અંગ્રેજી ભાષા કેવી રીતે શીખેલા ???? – રમેશ તન્ના.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ફિલ્મ અભિનેતા ઓમ પુરી (1950-2017) અંગ્રેજી ભાષા કેવી રીતે શીખેલા ????
વ્યક્તિ ધારે તો પોતાની મર્યાદા કે નબળાઈને વિશેષતા બનાવી શકે તે ઓમ પુરીએ સાબિત કર્યું હતું. તેઓ જ્યારે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણતા હતા ત્યારે તેમને અંગ્રેજી ભાષાની ખૂબ જ તકલીફ પડતી. પોતે પંજાબી મિડિયમમાં ભણેલા એટલે તેમનું અંગ્રેજી ઘણું કાચું. એક તબક્કે તેમણે એનએસડીનો અભ્યાસ છોડી દેવાનું પણ છોડી દીધું હતું. તેમના એક ગુરૃએ ના પાડીને અંગ્રેજી ભાષા શીખવાની ચાવીઓનો ઝૂડો આપ્યો.
ચાવી નંબર 1. દરરોજ અંગ્રેજી છાપું મોટેથી વાંચવાનું.
ચાવી નંબર 2. અંગ્રેજીમાં સમાચાર સાંભળવાના. (રેડિયો કે ટીવી પર)
ચાવીને નંબર 3. કોઈ બે વ્યક્તિ અંગ્રેજીમાં વાત કરતી હોય તો શાંતિથી સાંભળવાની.
ચાવી નંબર.4. બેશરમ થઈને અંગ્રેજીમાં બોલવાનું. દીધે જ રાખવાનું. કોઈને શું લાગશે તેનો વિચાર નહિં કરવાનો. સત્ય-અર્ધ સત્ય (સાચું-ખોટું) કાચું-પાકું, કાલું-ઘેલું અંગ્રેજી બોલવાનું.
શું આવ્યું હતું પરિણામ…?? ઓમ પુરીએ હોલિવુડની 20 અંગ્રેજી ફિલ્મોમાં કામ કર્યું હતું.

જે મર્યાદા હતી, તે વિશેષતા બની. – રમેશ તન્ના.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •