જાણો અને માણો ઉત્તરાયણ – પ્રિયંકા જોષી ભટ્ટ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

ઉત્તરાયણ એ સંસ્કૃત ના બે શબ્દ “ઉત્તર “અને “આયન”નો શબ્દ સમૂહ છે – જેનો અર્થ થાય છે “ઉત્તર દિશામાં ગમન”.

વૈદિક જ્યોતિષવિદ્યામાં સૂર્ય પોતાની રાશિ પરિવર્તન કરે છે ત્યારે સંક્રાંતિ આવે છે.એમ, વર્ષ માં કુલ 12 સંકારતી આવે છે. ઉત્તરાયણના દિવસે પણ સૂર્ય મકર રાશિ માં આવે છે એટલે જ 14 જાન્યુઆરી ના દિવસે સૂર્ય નું મકર રાશિ માં થતું સંક્રાત એટલે મકરસંકરાતી.

મકરસંકરતી ના દિવસે સૂર્ય પૃથ્વીના મકર વૃત થી ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે અને જેને વિજ્ઞાનની દ્રષ્ટિ થી જોવા માં આવેતો પૃથ્વી પોતાની ધરી પર 23.5 ના ખૂણે થી સહેજ નમેલી છે અને પૃથ્વીના ગોળા ને 5 આવૃત માં વિભાજીત કરવામાં આવે છે, જેમાં સૌથી ઉપર મકર વૃત આવેલ હોય છે અને સૂર્ય મકરવૃત થી ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે. જેનાથી ભારત અને તેના આસપાસના દેશો માં સૂર્ય ના સીધા કિરણો પડે છે.ગરમીની શરૂઆત થાય છે અને દિવસ મોટો અને રાત્રી ટૂંકી થવાની શરૂઆત થાય છે.

દર વર્ષે મકરસંક્રાંતિ તહેવાર જાન્યુઆરીના મધ્યમાં 14 મી અથવા 15 મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે . આ દિવસે, લોકો માધ સ્નાન કરી, ભગવાનને પ્રાર્થના કરે છે.

એકબીજાને શુભેચ્છા પાઠવે છે અને દાન આપે છે. ખાસ કરીને, ગાય અને બળદને નહાવા અને શિંગડા પેઇન્ટિંગ કરે છે અને તેમની પૂજા કરવામાં આવે છે. લોકો પતંગ ઉડાવે છે. કાઇટ ફ્લાઇંગ સ્પર્ધાઓ અને શ્રેષ્ઠ ગાય અને બળદ માટેની સ્પર્ધા પણ યોજાય છે.

મકર સંક્રાંતિ ઉજવણી પાછળના કારણો હોય છે જેમ કે –

1.જાન્યુઆરી દરમિયાન જુવાર, ચોખા, ઘઉં, વગેરે જેવા પાક ઉગાડીને લણણી પછી, નવી આવતી ઉપજનો ભાગ મંદિરોને દાન ખેડૂતો કંઈક મનોરંજન માટે તહેવાર ઉજવે છે .

2.તહેવારો એ સંબંધીઓને મળવા, સારા ખોરાક બનાવવા અને આનંદ માણવાનો એક કારણ છે.

3.શિયાળામાં તેલની સામગ્રી જેવી કે-સુકા નારિયેળ, તલ, સીંગ અને ગોળ ખાવાનું એટલે મહત્વાનું છે કે આખા શિયાળા માં ઠંડી ના કારણે શરીરમાંથી તેલ ઓછું થાય છે – સુકુ ના પડી જાય તે માટે, આ મિશ્રણને ખાવું એ જરૂરી ને પુરવઠો આપીને શરીરને કાયાકલ્પ કરે છે.

ઉત્તરાયણની ઉજવણીમાં આપણી આસપાસના પર્યાવરણનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે:

1. દાન આપવું – જે તમારા કામની વસ્તુ ના હોય તે કોઈ જરૂરમંદ ને આપી મદદરૂપ થવું જેથી કરી ને પર્યાવરણને નવા ઉત્પાદન અને વપરાયઇ ગયા બાદ કચરો ના મળે. જરૂરમંદ વ્યક્તિની સાથે પર્યાવરણ ને પણ ભેટ આપી શકાય

2. પતંગ ચગાવતી વખતે –

વધુ પડતા કાચ ઘસેલી દોરી લેવાનું આગ્રહ ટાળો તેનાથી આપણા હાથ અને પક્ષીઓ માટે ભય રહે છે,

નિયત સમય – જયારે પક્ષીઓનો વિહાર કરવાનો સમય હોય તે સમય પતંગ ઉડાડવાનો ટાળો,

થોડા માં સંતોષ માનો,

*ખુબ જ ઊંચા અવાજે સંગીત વગાડવાનું ટાળો,

*પતંગ દોરીનો અને અન્ય કચરો ગમે ત્યાં ના ફેંકી તેનો યોગ્ય નિકાલ કરો,

*સરકાર ના નિયમ અનુસાર ચાઈનીઝ તુક્કલ અને દોરી નો ઉપયોગ સદંતર ટાળો, તેના ઉપયોગથી આપણા શરીર ને પણ ખુબ જ નુકસાન થાય છે જેમ કે- તુક્કલ સળગવાતી વખતે તેમાંથી ઉપજતો ધુમાડો આપણા આંખ અને શ્વસનતંત્ર ને નુકસાન કરે છે, જ્યાં પણ તે સળગીને પડે ત્યાં આગ લગાડી શકે છે

3. સમૂહ માં ઉતરાયણ ઉજવવાથી પૈસા પણ બચશે અને આનંદ પણ વધુ આવશે

4. શકાય હોય તમારા ઘરની આસપાસ જ્યાં ચબુતરો હોય અથવા જ્યાં પક્ષીઓ આવતા હોય, ત્યાં પક્ષીઓ ને ચણ અને પાણી મૂકી દો જેથી કરીને પક્ષીઓ ને ચણવા માટે દૂર ના જાઉં પડે.

5. યાદ રહે કે -દિવાળી ની જેમ ઉત્તરાયણ માં પણ લોકો ધાબા પર ફટાકડા ફોડીને આનંદ લેતા હોય છે, તેનો સખત વિરોધ કરો, તે આપણા સ્વસ્થ માટે અને પર્યાવરણ માટે યોગ્ય નથી

6.બીન ઉપયોગી ચીજની ખરીદી ન કરવી.

તમારી આસપાસ અન્ય ને પણ આ મેસજ ફોરવર્ડ કરીને માહિતી આપો.

પ્રિયંકા જોષી ભટ્ટ.

Please send your news on 9909931569

TejGujarati
 • 54
 •  
 •  
 •  
 •  
 •  
  54
  Shares
 • 54
  Shares