ચાર સાયકલીસ્ટ પંજાબ ફિરોજપૂર્ ના કશ્મીરથી કન્યાકુમારી કોઈ બેક અપ વાહન વિના નીકળ્યા,જેમનું સ્વાગત કરાયું.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત સમાચાર

ચાર સાયકલીસ્ટ પંજાબ ફિરોજપૂર્ ના કશ્મીરથી કન્યાકુમારી કોઈ બેક અપ વાહન વિના નીકળી પડયા છે, જે ગુજરાતની એન્ટ્રી દરમ્યાન આપણાં સિટી અમદાવાદમાંથી સવારે આશરે 8.30 કલાકે દહેગામ સર્કલથી પસાર થયા. ત્યારે આ સાહસવીરોને આવકારી તેના સાહસને બિરદાવવા રાખેલ કાર્યક્રમમાં મારી સાથે યુનિટના હોદ્દેદારો જોડાયા. બે સાહસવીર નિર્મલસિંઘ અને રમણપ્રીતસિઘ સારા યુથ હોસ્ટેલ્સ ટ્રેકર છે. સવારે 8.15 કલાકે ભક્તિ સર્કલથી ભેગા થઈને દહેગામ સર્કલથી પિક અપ કરીને ગંગોત્રી સર્કલ પ્રાઈમ મોબાઈલ પર પહોંચીને તેમને મોમેન્ટો આપીને યુથ હોસ્ટેલ્સ અમદાવાદ બાપુનગર વતી સ્વાગત કર્યુ. ત્યાર બાદ સૌ સાથે નાસ્તો કરીને છુટા પડ્યા.

આ પ્રસંગે જીગરભાઈ, મહેન્દ્રભાઈ, સોમાકાકા, નટુકાકા, રાજુભાઇ, કમલેશભાઈ, જગદીશદાદા, સાયકલીસ્ટ મિત્રો અજય, વિનય, ગૌરાંગ, નિશિત, નેવીલ, અશોક તેમજ પ્રાઈમ પરિવાર હાજર રહ્યો હતો. મુકેશ બાઇસિકલ.

Please send your news on 9909931560

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •