31 મી ડિસેમ્બર ની કવિતા : જયેશ મકવાણા. ‘પ્રશુન ‘

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

ચલ ભર તું ગ્લાસ માં
જીવ આવે જીવતી લાશ માં
વધુ થાય તો ચિંતા ન કરતો
આળોટજે આ ઘાસ માં
હવે તો પોલીસ બની કડક
પેસી ગઈ છે બધા ને ફડક
પાર્ટીની ગંધ ન આવે જોજે પાસ માં
ચલ ભર તું ગ્લાસ માં
સાચવી સાચવી ને પીજે
જોજે ઘરવાળી ના ખીજે
ઝડપાતો નહિ પત્નીની રાસમાં
ચલ ભર તું ગ્લાસ માં
હળવે હળવે ઘૂંટ લેજે
પેહલા ઘોડો પછી ઊંટ કેજે
ફૂલ થયા પછી તું
ખૂબ એન્જોય કરજે ડાન્સ માં
ચલ ભર તું ગ્લાસ માં
વીતેલા વરસ ને તોડ જોડ કરજે
નવા વરસ ના કુંડાળા હાલ થી જ
મિત્રો માટે ગોળ ગોળ કરજે
મિત્રો ના રાગ સાથે બેસાડજે પ્રાસ માં
ચલ ભર તું ગ્લાસ માં…..- જયેશ મકવાણા ‘ પ્રસુન ‘
તસવીર : ડૉ. ગિરીશ મકવાણા & ફ્રેન્ક ( ઑસ્ટ્રેલિયા ).

Please send your news on 9909931560.

TejGujarati
 • 57
 •  
 •  
 •  
 •  
 •  
  57
  Shares
 • 57
  Shares