“મનો દિવ્યાંગ બાળકો નો સ્પોર્ટસ્ ડે”

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન રમત જગત સમાચાર

ક્રિસમસ પર્વમાં ઠંડી હવા ની લહેરો વચ્ચે નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જ ના ૯૦ મનો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટસ્-ડે નું આયોજન તારીખ ૨૯/૧૨/૧૮ ને શનિવારે સવારે ૧૦ થી ૧૨ માં ગાર્ડન અરિયા, શ્રીફળ ગાર્ડન રેસ્ટોરન્ટ ,ઇસ્કોન મંદિર ની પાછળ ,આંબલી રોડ ખાતે કરવામાં આવ્યુ હતુ.જેમાં માઇલ્ડ,મોડરેટ,સીવીયર અને સી.પી. બાળકોના કેટેગરી મુજબ અને વય જૂથ મુજબ દોડ,વોક,બોલ થ્રો,બકેટબોલ જેવી રમતો રમાડવામાં આવી હતી.વિજેતા બાળકોને ઇનામ પણ આપવામાં આવ્યા હતા.સ્પોર્ટ્સ ની બધી રમતો રમાડ્યા પછી ઇનામ વિતરણ થયુ હતુ અને ત્યાં જ લંચ ની વ્યવસ્થા કરેલી હતી.

મનો દિવ્યાંગ બાળકો ને રમતના માધ્યમથી ફિટનેસ કેળવવાના હેતુસર સ્પોર્ટસ્-ડે દર વર્ષે સંસ્થા નાતાલનાં દિવસો દરમિયાન ઉજવે છે.

નિલેશ પંચાલ.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •