ગુજરાત વિદ્યાસભા -બ્રહ્મચારી વાડી ટ્રસ્ટની શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યો-કર્મચારીની નિવૃત્તિ વિદાય-સન્માન સમારંભ :

ગુજરાત વિશેષ સમાચાર

છેલ્લા ૧૭૦ વર્ષથી કાર્યરત ‘ગુજરાત વિદ્યાસભા’ ગુજરાતની એક ગૌરવવંતી સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થા છે. ગુજરાત વિદ્યાસભા – બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ અંતર્ગત શ્રી એચ. કે. આર્ટ્સ કોલેજના આચાર્યશ્રી ડૉ. સુભાષ બ્રહ્મભટ્ટ તથા વર્ગ ૪ના કર્મચારી પરષોત્તમ લાવંત્રા, શ્રી એચ. કે. કૉમર્સ કૉલેજના આચાર્ય ડૉ. ગોપાલ ભટ્ટ અને ભો. જે. અધ્યયન સંશોધન વિદ્યાભવનના નિયામક, ડૉ. રામજી સાવલીયા વય મર્યાદાને કારણે નિવૃત્ત થાય છે. ટ્રસ્ટે તેઓશ્રીનો સંયુક્ત વિદાય – સન્માન સમારંભ યોજાયો. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ પદ્મશ્રી બાલકૃષ્ણ દોશી, ઉપપ્રમુખ પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, મંત્રી અંબરીષ શાહ, રાજેશ જય કૃષ્ણ હરિવલ્લભદાસ, પૌલોમી બેન, સમારંભના અધ્યક્ષ પદ્મશ્રી રધુવીર ચૌધરી, પૂર્વ કુલપતિ કે. એસ. શાસ્ત્રી, શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, સેનેટ સભ્ય ડૉ. વનરાજસિંહ ચાવડા ઉપરાંત અધ્યાપકો, મહાનુભાવો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares
 • 2
  Shares