અત્યારની મારી આપવીતી – અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં – બ્રિનદા વૈષ્ણવ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

આ છે અમદાવાદની વી.એસ. હોસ્પિટલ, જ્યાં દર્દી ને સારવાર માટે તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવે છે. પણ ત્યાં માણસો નો ખૂબ અભાવ છે. અહીં તમારે તમારા દર્દીની સારવાર કરાવવી હોય તો કોઇ વોર્ડબોય પણ મળે નહિ, અને નર્સ પણ નહીં.

બીજું ખાસ તો આજે જ્યારે શહેરમાં સાક્ષાત મોત ના દૂત સમાન એ.એમ.ટી.એસ.બસે એક રીક્ષા ને કચડી, ત્યારે તેમાં બેઠેલ એક વડીલ ને લઇ ને હું હોસ્પિટલમાં પહોંચી, તો મારે જાતે જ સ્ટેચર લઈ ને જવાનું, સ્ટ્રેચર ને ધક્કા મારતા મારતા કેસ કઢાવવાનો, કેસ ન આપું ત્યાં સુધી ડોક્ટર ઉભા થઇ ને જોવા ન આવે, અને વળી એક બારી થી બીજી બારીએ ધક્કા ખાવાના એ નફામાં. ભલે વડીલ નું લોહી વહી જતું હોય, ડોકટર ખૂબ જ બીઝી હતાં,કેમ કે તેઓ મમ્મી ના આવેલ ફોન માં 40 મિનિટ હસી ને વાતો માં મશગુલ હતા, બસ. આથી વધુ કાઈ નથી કેવુ.

મારો અમદાવાદ ની જનતા ને એક પ્રશ્ન છે કે શું આવી સગવડ એ જ આપણા શહેર નો ખરો વિકાસ છે ?
મારી માનનીય સત્તાધીશો ને વિનંતિ કે ક્યારેક તમે પણ આવી સેવાનો વગ વગર ઉપયોગ કરી જોવો. તો આપને પણ ખબર પડશે. કે આમ જનતા ને કેટલી જરૂર છે, તમારા વિકાસ ની તમારા સહયોગની…

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
 • 13
 •  
 •  
 •  
 •  
 •  
  13
  Shares
 • 13
  Shares