ચિનુ મોદી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કવિ,નાટ્યકાર,નવલકથાકાર,વિવેચક,વાર્તાકાર ચિનુ મોદી’ઈર્શાદ’ના ૮૦-મા જન્મદિનપ્રસંગે ‘જલસો’ મુશાયરા નું આયોજન

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત

અમદાવાદ ખાતે,ઓમ કૉમ્યુનિકેશન અને ચિનુ મોદી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કવિ,નાટ્યકાર,નવલકથાકાર,વિવેચક,વાર્તાકાર ચિનુ મોદી’ઈર્શાદ’ના ૮૦-મા જન્મદિનપ્રસંગે ‘જલસો’મુશળધાર મુશાયરોનું આયોજન કરવામાં આવ્યું.
ચિનુ મોદીના સુપુત્ર ઈંગિત મોદીએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું તેમજ જાણીતા ગાયક કવિ ફિરદોશ દેખૈયાએ,કવિ ચિનુ મોદીની જાણીતી ગઝલોનું ગાન કર્યું.
મુશાયરા અંતર્ગત કવિ રાજેન્દ્ર શુક્લ,ખલીલ ધનતેજવી , રાજ લખતરવી,ફિરદૌસ દેખૈયા, મકરંદ મુસળે, વિવેક કાણે’સહજ’, ભાવેશ ભટ્ટ, મનીષ પાઠક’શ્વેત’,તેજસ દવે, રમેશ ચૌહાણએ સ્વરચિત કવિતાનો પાઠ કર્યો.મુશાયરાનું સંચાલન કવિ વિવેક કાણે’સહજ’એ સાંભળ્યું.પ્રાસંગિક અને આભારવિધિ કવિ મનીષ પાઠક’શ્વેત’એ કરી.આ પ્રસંગે ચિનુ મોદીના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં કવિતાના ભાવકો અને ચાહકોએ કાર્યક્રમ માણ્યો.આ કાર્યક્રમ માણવા કોઈ પ્રવેશ ફી રાખવામાં આવી હતી.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

TejGujarati
 • 122
 •  
 •  
 •  
 •  
 •  
  122
  Shares
 • 122
  Shares