કાયા રુપાળી રમ્ય બહારોથી કમ નથી , ચાહક તમારા કાંય હજારોથી કમ નથી .-ગફુલ રબારી કવિ “ચાતક” .

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

કાયા રુપાળી રમ્ય બહારોથી કમ નથી ,
ચાહક તમારા કાંય હજારોથી કમ નથી .

ભૂલી જજે ઓ રાત તું તારા ગુમાનને ,
કાજલ ભરેલા નેણ સિતારોથી કમ નથી .

ચુમ્યા લટે જ્યાં ગાલ ને હૈયું ઝુમી ઉઠ્યું ,
જોબન ભરેલું રુપ નજારોથી કમ નથી .

એને કહીદો યાર ? નજર કાબુમાં રાખે ,
કાતિલ નયનનાં તીર પ્રહારોથી કમ નથી .

આંખો ખૂલે છે , જેમ ગુલાબો ખીલી ઉઠે ,
સાચે જ “ચાતક” દ્રશ્ય સવારોથી કમ નથી .

ગફુલ રબારી કવિ “ચાતક” .

TejGujarati
  • 262
  •  
  •  
  •  
  •  
  •  
    262
    Shares
  • 262
    Shares