અબ્દુલ શરણાઈવાળા નું અદ્ભૂત મામેરું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત મનોરંજન સમાચાર

વગાડતો કે કઠણ કાળજાના લોકોની આંખમાંથી પણ રીતસરના આંસુઓ વહેવા લાગતા હતા. વાતાવરણ એટલું કરુણ બનતું કે આજુબાજુ સુનકાર અને એક ગમગીનીભર્યો સન્નાટો પ્રસરી જતો!!
સમય વીતતો ચાલ્યો.. દર ઉનાળે આંબા વાડિયામાં પેલો ફાલ આવે એટલે ચાર ટોપલા કેરીઓ લઈને અબ્દુલ દેવાયતભાઈની રજા લઈને પોતાની દીકરી સાથે એક દિવસ માટે જગા શેઠને ત્યાં આવે.. જગા શેઠની રીંકલ અને સકીના આખો દિવસ સાથે કાઢે!! અને વળી બીજા દિવસની ટ્રેનમાં જગા શેઠ એને ચલાળાથી વિદાય આપે!! શિયાળામાં લગ્ન પ્રસંગની સિઝનમાં અબ્દુલની શરણાઈ વાદનનું એડવાન્સ બુકિંગ થઇ જાય!! અને એ પણ જગા શેઠ પાસે જ .. જગા શેઠ જ બધી તારીખો ગોઠવી આપતા..!! અબ્દુલ પાસે હવે સારા પ્રમાણમાં પૈસા આવતા હતા. તેમ છતાં એ પૈસો એણે પોતાના માટે ક્યારેય વાપર્યો નહોતો. બાપ દીકરીને જોઈએ એટલા ખપ પુરતા પૈસા એ રાખીને બાકીના પૈસાની ખેરાત કરી દે!! દર શુક્રવારે એ મસ્જિદની બહાર જરુરીયામંદ લોકોને ખાવાનું કે કપડા વહેંચતો હોય અથવા તો તાલાળાથી નીકળતી ટ્રેનમાં જે કોઈ ફકીર ,સાધુ કે જરૂરિયાતમંદ લોકો મળી આવે એને યથા શક્તિ મદદ કરે!! રહેવાનું તો આંબાવાડિયામાં જ!! ઘણા વરસો સુધી કાચા મકાનમાં રહ્યા પછી એક વખત દેવાયતભાઈ બરાબરના ખીજાયા પછી માંડ માંડ અબ્દુલે સારું કહી શકાય એવું મકાન કરેલું..!! બસ સવાર સાંજ નમાઝ , આંબાવાડિયાનું ધ્યાન , પોતાની દીકરી સકીના, અને શરણાઈ!! અબ્દુલના જીવનનો ચતુષ્કોણ અહી જ પૂરો થઇ જતો હતો!!
લગ્નની તારીખ નજીક આવી જતી હતી. તડામાર તૈયારીઓ ચાલતી હતી. આઠ તારીખે વળી જગા શેઠે એક માણસને તાલાળા મોકલી આપ્યો અને અબ્દુલને કંકોતરી પહોંચાડી.
“શેઠ સાહેબને કહેજો કે ચિંતા ના કરે હું ૧૩ તારીખે આવું છુ.. હૈયે ધરપત રાખે” અબ્દુલે કહ્યું.
૧૩ તારીખે રાતે આઠ વાગ્યે ચલાળાના રેલવે સ્ટેશન પર અબ્દુલ ઉતર્યો. જગા શેઠે આપેલ સુરવાલ પહેર્યો હતો. માથે રાજસ્થાની પાઘડી હત
અબ્દુલની શરણાઈ પર નવા નકોર ફૂમતા બંધાયેલા હતા.શેઠ નો મોટો દીકરો હરેશ એને લેવા આવ્યો હતો.
“ ચાચા સકીના ના આવી??”
“ ના દીકરા એ એના મામા ના ઘરે ગઈ છે કાલે બપોર સુધીમાં આવી જશે!! કેમ ચાલે છે દીકરા લગ્નની તૈયારી!! બધું હેમખેમ તો છે ને” અબ્દુલે કારમાં બેસતા કહ્યું.
“ હા ચાચા બસ તમારી જ રાહ હતી. આજે રાતે તમારું શરણાઈ વાદન સાથે ગરબાનો કાર્યક્રમ રાખ્યો છે. ઘણા લોકો તમારી શરણાઈવાદન સાંભળવા ઉત્સુક છે!!” જાન આજ બપોરે જ આવી ગઈ છે. આપણી જૂની વાડી છે ને ત્યાં દસ વીઘામાં મંડપ ગોઠવ્યો છે.. પણ માણસો જ એટલું આવ્યું છે ને કે લગભગ એ પણ ભરાઈ જશે”
“ એ તો બધું બેટા જગા શેઠને આભારી છે.. જગા શેઠ જેવો માણસવલ્લો માણસ ભાગ્યે જ જોવા મળે.. પારકી છઠ્ઠીનો જાગતલ માણસ છે તારા બાપા.. સંબંધ નિભાવી જાણે એવો માણસ છે!!” વાતો ચાલતી રહી ગાડી ગામમાં પ્રવેશી.
જગા શેઠના ઘરે જ અબ્દુલને ઉતારો અપાયો. અબ્દુલે કહ્યું મને તો વાડીએ જ ફાવશે!! અહી તમારે મેમાન હોય અને કપાણ થાય પણ જગા શેઠ બોલ્યા.
“ તારા જેવો સુવાણ વાળો ભાઈબંધ હોય ન્યા કપાણ આવી રહી ભાઈ” જગા શેઠ અબ્દુલને ભેટી પડ્યા. આડા અવળી વાતો થઇ!! રાતે રાસ ગરબાનો કાર્યક્રમ ગોઠવાયો. રીંકલ આવી જમાઈ સાથે!! અબ્દુલ ચાચાએ ખુદા તાલા ની બંદગી કરતાં બે હાથ જોડીને કહ્યું.
“સદા સુખી રહે મારા દીકરા”
રાતે ગરબા રાસ પુર બહારમાં જામ્યા. અબ્દુલની શરણાઈ આજ અદભુત રસ વહાવતી હતી. માથે સાફો અને એમાં પીળા ફૂમતા સાથે ગરબાની મધ્યમાં એક્તાલે અબ્દુલ શરણાઈ વગાડતો હતો. બધા જ મંત્ર મુગ્ધ થઇ ને શરણાઈના તાલે પગના સથવારે રાસ ગરબામાં ઝૂમી રહ્યા હતા. ગરબા રાતે બે વાગ્યા સુધી ચાલ્યા.સહુએ અબ્દુલના ભરપેટ વખાણ કર્યા.
સવારે વરઘોડામાં પણ અબ્દુલે જમાવટ કરી દીધી. જાનૈયાઓ મન મુકીને ફિલ્મોના ગીતના સહારે નાચ્યા!! અબ્દુલ આજે વરઘોડામાં પહેલી વાર ધીમે ધીમે થીરકતો હતો. વારે ઘડ�
ઘડીએ એ સુહાસને લળીને માન આપતો હતો..!! વરઘોડો મંડપે પહોંચ્યો.. રીંકલ ના પરણેતર શરુ થયા. અબ્દુલ મંડપ સામે બેસી ગયો.કન્યાદાન નો સમય આવ્યો!! અબ્દુલે એક થેલીમાંથી સોનાના ઘરેણા કાઢ્યા અને જગા શેઠ સામે જઈને બે હાથ જોડ્યા.
“શેઠ તમારે કોઈ કમીના નથી!! હું લાવ્યો છું એ કાઈ નથી બસ રીંકલ દીકરા માટે આટલું જ લાવ્યો છું. આ લ્હાવો લેવા દેજો મને આજે” કહીને ભીની આંખે રીંકલ સામે ઘરેણા મુક્યા. એમાં એક ઘડિયાળ પણ હતું. સુહાસના હાથે ઘડિયાળ પહેરાવીને અબ્દુલ બોલ્યો”
“જમાઈ રાજા સાચવજો અમારા રતનને!! ખુદા તાલા તમારી જોડી સલામત રાખે” જગા શેઠ અબ્દુલને ભેટી પડ્યા. માંડવે રહેલા સહુની આંખો ભીની થઇ. જગા શેઠ અને અબ્દુલ સાથે જમ્યા. પરણેતર પુરા થયા!! કન્યા વિદાયનો સમય આવી પહોંચ્યો!!
અબ્દુલની શરણાઈએ સુર વહાવ્યા.
“બાબુલકી દુઆએ લેતી જા, જા તુજે સુખી સંસાર મિલે” અબ્દુલના શરીરમાં જેટલા શ્વાસ હતા એ તમામ ઘૂંટાઈ ઘૂંટાઈ ને બહાર આવી રહ્યા હતા!! રીંકલને વિદાય અપાઈ રહી હતી. સામાન્ય રીતે કન્યા વિદાયમાં અબ્દુલ ત્રીસ મિનીટ કરતા વધારે શરણાઈ વગાડતો નહિ..પણ આજે એણે એક કલાક સુધી શરણાઈ વગાડી દિલ દઈને વગાડી!! વાતાવરણમાં એક ઘેરી કરુણતા છલકાઈ ગઈ.તમામની આંખમાંથી અશ્રુ વહી રહ્યા હતા.!! ગામને પાદર અબ્દુલ એક બાજુ ઉભો રહી ગયો હતો !! રીંકલ અને સુહાસકુમારે વિદાય લીધી અને જગા શેઠનો એક છેલ્લો પ્રસગ ધામધુમથી ઉકલી ગયો..!! સહુ પાછા કામમાં લાગી ગયા!!
સાંજે આઠેક વાગ્યે જગા શેઠે એના દીકરા હરેશને પૂછ્યું.
“અબ્દુલ ક્યાં ગયો દેખાતો નથી.. કદાચ થાકીને સુઈ ગયો હશે?? ક્યાં છે એ???”
“ એ તો તરત જ નીકળી ગયો હતો રીંકલની વિદાય થઇ ત્યારે!! મને કીધું કે શેઠને વાત ના કરતા મારે ઉતાવળ છે પછી નિરાંતે આવીશ. તમે વ્યવસ્થા કરી દો એટલે મેં એક કારમાં એની જવાની વ્યવસ્થા કરી દીધી છે. એ કાર પણ હમણા જ તાલાળા એને મુકીને આવી જશે.”
“મારો ખરો કહેવાય પણ એણે રંગ રાખી દીધો એ વાત પાકી છે.. બધા એની શરણાઈના સુર સાંભળીને ખુબજ ખુશ હતા.. અને એણે રીંકલને પણ ઘણું આપ્યું છે..જમાઈને પણ ઘડિયાળ આપી છે. હવે આવતે વરસે એની દીકરીની શાદી છે એનો તમામ ખર્ચ આપણે ઉઠાવવાનો છે!!”
ત્યાં અબ્દુલને મુકીને કાર પાછી આવી. કારમાંથી હરેશનો ભાઈબંધ ઉતર્યો અને સીધો આવીને ઝપાટાભેર બોલી ઉઠ્યો.
“હરેશ ભાઈ ભારે થઇ છે. હું અબ્દુલને લઈને તાલાળા પહોંચ્યો. રેલવે સ્ટેશન પર જ એ ઉતરી ગયો અને મને કહે કે હું ચાલીને જતો રહીશ. મને ચા પાઈ સ્ટેશન પર અને એ જતો રહ્યો. હું એને ઘર સુધી મુકવા જવાનો હતો.પણ એને ના પાડી અને કીધું કે રસ્તો ખરાબ છે.રસ્તાનું રીપેરીંગ કામ હાલે છે. એ ગયા પછી ચા વાળા એ જે વાત કરી એ સાંભળીને હું થથરી ગયો!! કાલે વહેલી સવારે એ અને સકીના પેલી ગાડીમાં આપણે ત્યાં આવવાના હતા અને ચાર વાગ્યે સકીનાને સાપ કરડ્યો. સકીના થોડી જ વારમાં મૃત્યુ પામી. આંબાવાડિયા ના માણસો ભેગા થઇ ગયા!! આજુબાજુમાં બધેજ આ સમાચાર સાંભળીને અરેરાટી ફેલાઈ ગઈ!! સકીનાની દફન વિધિ કરીને એ ત્રણ વાગ્યે નવા કપડા પહેરીને સ્ટેશન પર આવી ગયો આપણે ત્યાં!! અને રેલવે સ્ટેશન પર એની સાથે દેવાયતભાઈ હતા એને કહેતો હતો!!
“ દેવાયતભાઈ જે થવાનું હતું એ થયું.. જગા શેઠને ત્યાં જવું પડશે એમાં નહિ હાલે!! એને કોઈ વાતની ખબર ના પડવી જોઈએ નહીતર એનો પ્રસંગ બગડશે!! ખુદા તાલાને જે ગમ્યું એ!! સકીના ને વળાવવાની આ હાથે ઈચ્છા હતી. પણ હવે રીંકલને વળાવી આવું ત્યાં સુધી ઘરે સાચવજો!! આમ તો હવે સાચવવા જેવું કાઈ બચ્યું તો નથી!! પણ તોય મહેમાનો તો આવશે જ!! નાનો હતો ત્યારે જેવી રીતે મને સાચવ્યો હતો બસ હવે એક દહાડો આવી જ રીતે સાચવી લેજો!! અત્યારે હું નહિ જાવ તો જગા શેઠ ગાડી લઈને કોઈકને તેડવા મોકલશે અને ખબર પડી જાશે તો લગ્ન અધૂરા રહેશે..” હોટલ વાળો આ વાતચીત સાંભળતો હતો એણે મને આમ કહ્યું!! પણ માણસ કઠણીયો ખરો હોં……ચુનીલાલ મડીયા

TejGujarati
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares
 • 5
  Shares

Leave a Reply