મનોદિવ્યાંગ બાળકોની વર્લ્ડ રેકોર્ડ  વિદેશ ટુર -દુબઈ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રમત જગત વિશેષ સમાચાર

“મનોદિવ્યાંગ બાળકોની પ્રથમ વર્લ્ડ રેકોર્ડ તરીકે સ્થાન પામનાર વિદેશ ટુર -દુબઈ”

નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જ, મેમનગર ગામ,અમદાવાદ નાં 26 બાળકો, તેમના શિક્ષક-ટ્રસ્ટી-વાલી ઓ સહ દુબઈ-વિદેશ ટુર પર ગયા હતા જેમાં 8 બાળકો એકલા ટૂર પર આવ્યા હતા.


મુલાકાત યાદગાર રહી હતી.ત્યાંથી દુબઈમોલ, ડાન્સિંગ ફાઉન્ટેન, અંડરવોટર ઝુ, અંડરવોટર ટનલ, અંડરવોટર અેકવેરીયમ ની પણ મુલાકાત લીધી હતી.ત્યારબાદ ધાવકૃઝ માં બાળકોને બેસાડી ડિનર સહ ડાન્સ ની મઝા પણ બાળકોએ ચાલુકૃઝે લીધી હતી.

ત્રીજા દિવસે દુબઈ સીટી ટુર કરવામાં આવી હતી જેમાં મરીના દરિયા કિનારે હેરીટેજ શો રૂમ, ઊંચી ઈમારતો,અંડરવોટર ટનલ, રોયલ ફેમીલી બંગ્લોઝ ની મુલાકાત લઇ ડેઝટૅ સફારી એટલે કે રણ ની મુલાકાતે ગયા હતા જેમાં નાની ગાડી માં બેસાડી રણની નાની-મોટી ટેકરીઓ પર બાળકોને ફેરવ્યા હતા અને રણ સ્થિત કેમ્પમાં ડિનર સહ તનુરા અને બેલે ડાન્સ ની મઝા માણી હતી જેમાં બાળકો પણ જોડાયા હતા.ચોથા દિવસે અબુધાબી સીટી ટુર ના મુલાકાતે બાળકો ગયા હતાજેમાં ત્યાં


ડાન્સ, સુંદર ઊંચી ઈમારતો, ધાવ ક્રુઝ, ડેઝર્ટ સફારી, બુર્જ ખલીફા, મરીના બીચ, મસ્ક મસ્જિદ, અંડરવોટર ઝૂ-ટનલ-એક્વેરિયમ, ગોલ્ડ સુખ અને મીનાબાજાર એ આ ટુરની યાદગાર ક્ષણો કહી શકાય કે જેમાં બાળકોને ખૂબ જ મજા આવી હતી.

અમદાવાદ આવ્યા બાદ આ ટુર ના ફોટો -વિડિયો, લોગ-બુક વલ્ડૅ રેકોર્ડ ના નોંધણી માટે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ્, એશિયા પેસિફિક બુક ઑફ રેકોર્ડસ્ અને લિમકા બુક મા મોકલી આપેલ છે.

આ 4 રેકોર્ડ બુકસ્ ધ્વારા આ વિદેશ ટુર ની નોંધ વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધવાની મેલ ધ્વારા બાંયધરી મળી ચૂકી છે જેથી ટૂંક સમયમાં વર્લ્ડ રેકોર્ડ ના સર્ટીફીકેટ સંસ્થા ને એનાયત કરવામાં આવશે. સંકલન-દિલીપ ઠાકર મો. 9825722820

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply