સંશોધનની કેડીએ.. – કે. ડી. ભટ્ટ.

ગુજરાત વિશેષ સમાચાર

સંશોધનની કેડીએ… ૧૭૦ વર્ષ જૂની લાયબ્રેરી ભો. જે. વિદ્યાભવનમાં જળવાયેલી છે. જે દેશવિદેશના સંશોધકો અને મહાનુભાવોનું જ્ઞાાન કેન્દ્ર બની રહી છે. વિવિધ વિષયો – ખાસ કરીને ઈન્ડોલોજીને લગતાં અધ્યયન સંશોધન માટેના મૂળ ગ્રંથો અહીં જળવાયા છે.

પૂ. સ્વરુપાનંદજી(માડી) – ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ – જેઓ વિવિધ રાજવંશો ઉપર સંશોધન કરે છે અને વૃત્તાંતોને આધારભૂત સાધનસામગ્રી દ્વારા ખૂટતાં અંકોડા જોડવાનું ભગીરથ કાર્ય કરે છે. તેમની સાથે વિશ્વ સંવાદ કેન્દ્ર – ગુજરાતના મહાપ્રબંધક અને પીતાંબરા પીઠ શોધ સંસ્થાનના અધ્યક્ષ શ્રી મહેન્દૃભાઈ રાવલે પણ પીતાંબરા દેવી અંગેના સાહિત્યિક – પુરાવશેષીય સંદર્ભ અંગે ગ્રંથાલયની મુલાકાત લીધી હતી.

આ બંને મહાનુભાવોને ડૉ. રામજી સાવલીયા લિખિત ‘હિન્દુ દેવીઓનું પ્રતિમાવિધાન’ પુસ્તક ભેટ અપાયું હતું. તેજગુજરાતીનાં એડિટર અને ફોટોજર્નાલીસ્ટ દિલીપ ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા. ફોટો – અહેવાલ – કે. ડી. ભટ્ટ,

TejGujarati
 • 63
 •  
 •  
 •  
 •  
 •  
  63
  Shares
 • 63
  Shares