જામકંડોરણા સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમા હિરા ઉધોગ મા મંદી નુ મોજુ ફરી વળતા અનેક કારીગરો બેકારી ના ખપ્પર માં હોમાયા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ગુજરાત ની લાખો લોકો ને રોજગારી પુરો પાડતો હિરા ઉધોગ મા હાલ મંદી નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જામકંડોરણા તાલુકા મા હિરા ના અનેક એકમો સાતમ આઠમ ની રજાઓ પછી યોગ્ય અલીગઢ ના તાળા ખુલ્યા નથી અને જે હિરા ના કારખાના ચાલુ છે તેમાં પણ પુરતા કાચા હિરા ના અભાવે કારીગરભાઈ ઓ ને પુરતુ મહેનતતાણુ પણ મળતુ નથી જે ના કારણે આ વિકટ પરિસ્થિતિ મા જીવનનિર્વાહ કરવુ દોંયલુ બની છે આ હિરા ઉધોગ મા મંદી ના કારણે જામકંડોરણા ની બજારોમા પણ દિવાળી ના ટાણે ખાસ્સી અસર વર્તાઈ રહી છે. ડાયમંડ સીટી તરીકે દુનિયામાં ઓળખાતા સુરતમાં કરોડો રૂપિયાનો કારોબાર ધરાવતી મોટી હીરા પેઢીઓ એક પછી એક કાચી પડવાની ઘટના બની રહી છે. જેને પગલે જામકંડોરણા ઉદ્યોગકારો અને રત્નકલાકારો બંનેની સ્થિતિ કફોડી બની છે. એક તરફ મંદીનાં માહોલમાં ટકી રહેવા મથતી જામકંડોરણા કેટલીક પેઢીઓએ કારીગરોની છટણી આરંભી દીધી છે, તો કેટલાક યુનિટ્સે પ્રોડક્શન પર કાપ મૂકીને કામકાજ ધીમું પાડી દીધું છે. અને કેટલાક યુનિટો તો સાવ બંધ કરી દીધા છે સરકાર દ્વારા રત્નદિપ યોજના ચાલુ કરી હતી પરંતુ આ યોજના ફક્ત કાગળ રહી જવા થી જામકંડોરણા તાલુકા ના રત્નકલાકારો ની હાલત કફોડી બની છે આ અંગે કારીગરભાઈ પાસે થી વધુ વિગતો મળી રહી છે કે જામકંડોરણા ખાતે હિરા ના કારખાના ના અમુક લેભાગુ માલીકો આ મંદી નો લાભ લઈ ને રત્નકલાકારો નુ ભારે શોષણ કરી રહ્યા હોય તેવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે.

(તસવીર અહેવાલ : નાજાભાઈ ભરવાડ, રશમીન ગાંધી દ્વારા)

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply