હાથીજણ નાં દ્વારકેશ પાર્ક બંગલોમાં સામુહિક સ્વચ્છતા અભિયાનમાં જોડાયા અને આસ્થા, ધર્મ અને સ્વચ્છતાનો સુભગ સમન્વય

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

અમદાવાદના હાથીજણ પાસે આવેલી દ્વારકેશ પાર્ક સોસાયટીમાં સાર્વજનિક ગણેશોત્સવમાં માન. ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલ હાજર રહ્યા હતાં. સાથે અમદાવાદ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ સુશ્રી ભાવિબેન પટેલ, બડોદરા; નાંદેજ અને બારેજડીના સરપંચશ્રીઓ, જિલ્લા ભાજપ લઘુમતિના પ્રમુખ યુસુફભાઈ દિવાન,દસક્રોઈ ભાજપ સંગઠનના હોદ્દેદારશ્રીઓ,સ્થાનિક આગેવાનો અને આજુબાજુની સોસાયટીના નાગરિકો આરતી અને સામુહિક સ્વચ્છતા અભિયાનમાં જોડાયા અને આસ્થા, ધર્મ અને સ્વચ્છતાનો સુભગ સમન્વય થયો.સાથે સાથે દ્વારકેશ પાર્ક અને ગોકુલધામ સોસાયટીને ગટર યોજના માટે બાર લાખ રૂપિયાના વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યા હતાં.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply